________________
પારસી પયગંબરના આશ્રમમાં
૪૦૫
હેરત પમાડે એવી કઈક અલૌકિક શક્તિથી એ સંપન્ન હતી. મને સમજાયું નહિ કે હઝરત બાબાજાને મહેરબાબાના જીવનપ્રવાહમાં શા માટે અચાનક દખલ કરવી પડી, એમને અતિ નાજુક દશા તરફ ધકેલી દેવા પડ્યા, અને એવી પ્રવૃત્તિ કરતા કરી મૂક્યા જેનું પરિણામ ફક્ત ફારસરૂપ અથવા સાચેસાચ મહત્વનું હોય તોપણ, આપણે માટે જોવાનું બાકી છે. પરંતુ મને એટલું તો જણાયું જ કે એ એમના પર એવું કશુંક કરવાની શક્તિ ખરેખર ધરાવતી હતી કે જેને લીધે રૂપકની ભાષામાં કહીએ તો, એમના પગની નીચેની જમીન સરકી પડી.
એ સ્ત્રીએ મહેરબાબાને કરેલું ચુંબન આમ તો સાધારણ હતું, પરંતુ એના આમિક અનુગ્રહનો અનુભવ કરાવવાના સાધનરૂપ હોવાથી અગત્યનું બની ગયું. એને પરિણામે એમનામાં જે ખાસ મનોદશા પેદા થઈ તે એમના પાછળના ઈતિહાસની દૃષ્ટિએ મહત્વની હતી. એ ઘટના સંબંધમાં એમણે મને એક વાર કહેલું કે મારા મનને એક મોટો આંચકો લાગ્યો અને એને લીધે એમાં કેટલાક વખત સુધી તોફાની તરંગો પેદા થયા. એ એને માટે જરાય તૈયાર નહોતા એ સ્પષ્ટ હતું. જેને વાદીક્ષાનું નામ આપી શકાય તેવી કઈ વસ્તુ જીરવવાની કોઈ જાતની તાલીમ એમણે નહોતી લીધી કે કોઈ સાધનાય નહોતી કરી. “બાબાની યુવાનીમાં હું એમને મિત્ર હતા ત્યારે,’ એમના શિષ્ય અબદુલ્લાએ કહેલું, “મેં એમને કદી પણ ધર્મ કે તત્વજ્ઞાનમાં રસ લેતા નથી જોયા. એ ખેલકૂદ, રમતગમત અને દિલ બહેલાવવાની બીજી પ્રવૃત્તિઓમાં હંમેશાં ભાગ લેતા. અમારી સ્કૂલની ચર્ચાઓ અને બીજી પ્રવૃત્તિઓમાં એ આગળ તરી આવતા. એમણે આધ્યાત્મિક ક્ષેત્રમાં એકાએક પ્રયાણ કર્યું એ જોઈને અમે નવાઈ પામ્યા.”
હું માનું છું કે એ આકસ્મિક અનુભવને પરિણામે યુવાન મહેરની અવસ્થા તદ્દન અનેખી બની ગઈ. એ જ્યારે અધમૂર્ખતાની દશામાં ડૂબીને એક યાંત્રિક ગુલામ મનુષ્યની જેમ જીવવા લાગ્યાં - ભા. આ. ૨. ખે. ૨૬