________________
પારસી પયગમરના આશ્રમમાં
૪૦૩:
સ્પષ્ટ સવાલાની રજૂઆત કરીને એમના ભ્રાંતિપૂર્ણ પૂર્વીય મનની સાથે અસમાન સંઘમાં ઊતરવું નકામું છે. એ મારા પ્રશ્નોના એવા જ સીધો ને સ ંતાષકારક ઉત્તર નહિ આપી શકે.
અમારે છૂટા પડવાની છેલ્લી ઘડીએ મે' મહેરબાબાને પ્રેમપૂર્ણાંક પ્રણામ કર્યાં, અને એમની કાયમ માટેની વિવેકપૂર્વક વિદ્યાય માગી ત્યારે પણ એમણે એવી રીતે વાત કરી કે જેમની અનેક લેાકેા પ્રતીક્ષા કરી રહ્યા છે તે જગદ્ગુરુ પેાતે જ છે એ વિશે કંઈ શંકા નથી. એમણે એમ પણ જણાવ્યું કે એક દિવસ પશ્ચિમમાં જઈને એ પેાતાના કાને પ્રચાર કરવા તૈયાર થશે ત્યારે. એ મને ખેાલાવી લેશે અને મારે એમની સાથે સફર કરવી પડશે.*
'
એ માણસના શબ્દમાં વિશ્વાસ રાખવાના મારા મૂ`તાપૂર્ણ પ્રયત્નનું પરિણામ એવું આવ્યું. એવા દૈવી ગુરુએ 'ના સંબંધમાં કાઈ શું કહી શકે જે આત્માના સમાધિદશાને પરિણામે પ્રાપ્ત થનારા અલૌકિક આનંદનુ વચન આપે છે, પરંતુ બદલામાં માનસિક ઉશ્કેરાટ કે ક્રોધ જ પૂરા પાડે છે ?
×
X
X
મહેરબાબાની અનેાખી કારકિર્દી અને એમના વિચિત્ર વનનેા કાઈ સ્વીકાર કરવાયેાગ્ય ખુલાસે મેળવવાનું શકય છે ખરું ? એમનું ઉપરઉપરનું મૂલ્યાંકન એમને એક ઢાંગી કે લુચ્છા માણુસ તરીકે સહેલાઈથી ઓળખાવી શકે. એવું થયું છે પણ ખરું, છતાં એમના જીવનની કેટલીક બાબતાને ખુલાસે એથી નથી મળતા અને એ દેખીતી રીતે જ યોગ્ય નથી લાગતું. મહેરબાબાને નાનપણથી જ જાણનાર અને આ પારસી પયગંબર ખરેખર પ્રામાણિક છતાં ભૂલથી ભરેલા માણસ છે એવું કહેનાર મુંબઈના વયેાદ્ધ જજ ખડાલાવાલાનો અભિપ્રાય સ્વીકારવાનું હું પસંદ કરું છું. એ ખુલાસેા સારા લાગે છે, છતાં મારે માટે પૂરતા તેા નથી જ લાગતા.
[× એ પછી યોગ્ય સમયે એ પશ્ચિમમાં ગયેલા, પરંતુ મારા સંબંધમાં એમણે કરેલું ભવિષ્યર્થન તદ્ન ભૂલભરેલુ' સાબિત થયું. ]