________________
४०२
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
કાલ્પનિક દંતકથાઓ કરતાં સ્પષ્ટ સત્યો કે હકીકતમાં વધારે રસ પડતું હતું. છેકરવાદી કર્મો અને નિષ્ફળ ભવિષ્યવાણુઓ, બુદ્ધિમાં ન ઊતરે તેવા આદર્શોનું શિષ્યદ્વારા કરાતું આંધળું અનુકરણ તથા પાલન કરવાની મુસીબતેને વધારનારી ભ્રાંતિકજનક સલાહની ચર્ચાવિચારણામાં ન ઊતરું એ જ સારું છે.
મારે રહેવાનો સમય પૂરો થવા આવ્યું તેમ તેમ મહેરબાબા મારી મુલાકાત ટાળતા હોય એવું લાગવા માંડયું અથવા એ મારી કલ્પના પણ હોઈ શકે. હું તેમને મળો ત્યારે હંમેશાં એ ભારે ઉતાવળમાં દેખાતા, અને થોડી મિનિટ પછી જતા રહેતા. પ્રત્યેક દિવસે મારી કફોડી દશાનું મને ભાન થતું, અને સંભવ છે કે મહેરને પિતાને પણ મને પરેશાન કરતી વધતી જતી બેચેનીની ખબર હતી.
એમના વચન પ્રમાણે થનારા આશ્ચર્યકારક અનુભવોની, એ કદી પણ થઈ શકશે જ નહિ એવી ખાતરી હોવા છતાં, મેં રાહ જેવા માંડી. મારી ધારણાઓ સંપૂર્ણપણે ફળી પણ ખરી ! કશું પણ અસામાન્ય કહેવાય એવું ન બન્યું, તથા બીજા મનુષ્યોના જીવનમાં પણ કાંઈક અસામાન્ય કહેવાય એવું મને ન દેખાયું. મહેરને કડક પ્રશ્નો પૂછવાનો પ્રયાસ પણ મેં ન કર્યો. કારણ એટલું જ હતું કે એ પદ્ધતિની વ્યર્થતાની મને ખબર હતી. છતાં મહિનો પૂરો થતાં મેં મારા પાસે આવેલા પ્રસ્થાનની જાહેરાત કરી અને પછી મહેરબાબાને એમના વચનપાલનની નિષ્ફળતા બાબત કહી બતાવ્યું. એના જવાબમાં એમણે જે ચમત્કાર કરવાનું વચન આપેલું તે ચમત્કારે કરવાની તારીખ શાંતિથી બદલીને થોડાક મહિના પછી કહી બતાવી, અને એ રીતે વાત ઉડાવી દીધી ! મારી ભૂલ થતી હશે, પરંતુ મેં કલ્પના કરી કે મારી હાજરીને લીધે એ એક વિચિત્ર અધીરાઈને અનુભવ કરતા, અને આંતરિક અસ્વસ્થતાની અસર નીચે આવતા. એમની એ દશા હું મારી આંખે જોઈ શકતો નહોતો; પરંતુ સમજી શકતો હતો. છતાં મેં એમની સાથે દલીલમાં ઊતરવાનો પ્રયાસ ન કર્યો, કારણકે મને લાગ્યું કે મારા સીધાસાદા