________________
પારસી પયંગબરના આશ્રમમાં
૪૦૧
એમણે એવું ભાખેલું કે યુદ્ધના ઉપદ્રવ પૂમાં થશે. ખીજે વરસે યુરોપની પરિસ્થિતિ અંધકારમય હતી અને પેાતાની પહેલાંની નિષ્ફળતાનું' એમને વિસ્મરણ થયું હતુ. ત્યારે, એમણે એ ઉપદ્રવ પશ્ચિમમાં થશે એવું કહેલુ. અને એવી જ રીતે ફરી વાર. અહમદુનગરમાં મને ચાક્કસ તારીખ આપતાં અચકાવામાં એમણે રાખેલી સાવધાની હવે મારી સમજમાં આવી ગઈ. એમના વધારે બુદ્ધિશાળી શિષ્યામાંના એકની આગળ એ બધી અસફળ થયેલી ભવિષ્યવાણીની પરપરાના મે' ઉલ્લેખ કર્યો ત્યારે એણે નિખાલસપણે કબૂલ કર્યું કે એના ગુરુદેવની મેાટા ભાગની ભવિષ્યવાણીએ સામાન્ય રીતે ખાટી પડી છે. · યુદ્ધ એક સાધારણ યુદ્ધરૂપે કદી પણ ફાટી નીકળશે એ બાબત મને શંકા છે, પર`તુ એ યુદ્ધ સંભવ છે કે, આર્થિક યુદ્ધનુ રૂપ ધારણ કરશે.’ એણે નિખાલસપણે પૂરું કર્યું.
એ આશ્ચર્યજનક નાંધપાયીઓનું અંતિમ પૃષ્ઠ મેં સ્મિત સાથે ફેરવી લીધું. ત્યારે મારી સમક્ષ સ્પષ્ટ રીતે કબૂલ કર્યું કે એ નાંધપાથીમાં મને ઉત્તમ કાર્ટિના, આત્માની ઉન્નતિ કરનારા ઉપદેશો વાંચવા મળ્યા, અને મહેરબાના ધાર્મિક શક્તિ, પ્રતિભા તેમ જ રસવૃત્તિ ધરાવે છે એની મને ખાતરી થઈ. એમને જે કાંઈ સફળતા મળશે તે એ અંતિમ ગુણને લીધે જ મળી શકશે. પરંતુ પેલાં પૃષ્ટામાં કયાંક અંકિત થયેલી એમની પેાતાની જ કહેવામાંની એક કહેવતને હું ન ભૂલી શકયો કે · સદાચાર વિશે ખીજ્રને સલાહ આપવાની શક્તિ સંતપણાના પુરાવા નથી, તથા તેને ડહાપણ કે જ્ઞાનની નિશાની પણુ ન માની શકાય.’
:
×
X
X
×
મારા બાકીના નિવાસના દિવસેામાં હું ડહાપણપૂવ કના મૌન સાથે પસાર કરી દઉં એ વધારે સારું લાગ્યું. જો હું જગતના મુક્તિદાતા અને માનવજાતિના ઉદ્ધારકની સાથે રહેતા હોઇશ તેપણુ મારા એ સદ્ભાગ્યથી મને વાક્ કરે એવું વાતાવરણુ ત્યાં ઘણુ' જ થાડું હતું. એનું કારણ કદાચ એ પણ હોય કે મને પરંપરાગત