________________
૪૦૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
પર ક્રોધ કરવાને ઢાંગ કરે છે ત્યારે એને લીધે દંડની પ્રતીક્ષા કરતા શિષ્યનાં પાપ મોટા પ્રમાણમાં મટી જાય છે ? આરેગાંવમાં
ખોવાયેલા” શિષ્યને વિનેદપૂર્ણ પ્રસંગ એમણે શા માટે નેધેલો ? એ શિષ્યની શોધ માટે મહેરે કેટલાક માણસોને મોકલેલા. તે થોડા કલાક પછી એના પત્તા વગર જ પાછા ફરેલા ! આખરે એ એની મેળે જ પાછો આવ્યો અને કહેવા માંડ્યો કે કેટલીય રાત સુધી અનિદ્રાથી પીડાયા પછી એ મહેરના પોતાના જ નિવાસસ્થાનની બાજુમાં આવેલા એક વપરાશ વગરના મકાનમાં એકાએક ઊંઘી ગયેલો ! જે ગુરુ પોતાના દેવોના દરબારમાં સ્થાન મળ્યાને ને સમસ્ત માનવજાતિનું ભાવિ જાણવાને દાવો કરતા તે ગુરુ એટલુંય ન જાણી શક્યા કે એમને “ખેવાયેલે” શિષ્ય બાજુના જ ખેતરમાં છે!
એટલા માટે, મારા પિતાના મનમાં દબાયેલી શંકાઓ પોષવા માટે પૂરતી સામગ્રી મને મળી ગઈ. મને એવું પણ જણાયું કે મહેરબાબા એક ભૂલને પાત્ર પુરુષ છે, એક સતત રીતે બદલાતી જતી મનોદશાવાળી વ્યક્તિ છે, અને આપબડાઈ કરનારા એક એવા મનુષ્ય છે જે એમના વિચારશન્ય મૂર્ખ મગજના અનુયાયીઓ પાસે સંપૂર્ણ આજ્ઞાંકિતપણાની માગણી કરે છે. અને છેવટે, મને એ પૃષ્ઠદ્વારા જણાયું કે એ એક એવા પયગંબર છે જેમની ભવિષ્યવાણીઓ ભાગ્યે જ પુરવાર કરવામાં આવે છે. અહમદનગર પાસેની અમારી પ્રથમ મુલાકાત વખતે એમણે ભવિષ્યમાં થનારા વિશ્વયુદ્ધની આગાહી કરી બતાવી; પરતુ પોતે એની તારીખ જાણે છે એ દાવાથી મને પ્રભાવિત કરવાનું ધ્યાન રાખવા છતાં એ યુદ્ધ ક્યારે થશે એ કહેવાને એમણે ઈનકાર કર્યો. આ નોંધપોથીઓને વાંચ્યા પછી હું સમજી શક્યો કે એ જ ભવિષ્યવાણું એમણે એમના અંતરંગ શિષ્યો આગળ કરી બતાવેલી, અને તેય એક વાર નહિ, પરંતુ કેટલીય વાર. એ ભયંકર આપત્તિવાળી ઘટના માટે એ દરેક વખતે જુદીજુદી તારીખ આપ્યા કરતા, કારણકે પ્રત્યેક તારીખ આવતી છતાં યુદ્ધ ન થતું. એક વરસ એશિયામાં પરિસ્થિતિ અપશુકનિયાળ હતી ત્યારે