________________
૩૯૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એની ચિંતા છોડી દે. એ બધા જ મનુષ્યો અજ્ઞાત રીતે મારા કાર્યમાં મદદ કરી રહ્યા છે. મને ખબર છે કે હું કોણ છું. મારું જીવનકાર્ય પૂરું કરવાને સમય આવી પહોંચશે ત્યારે દુનિયાને પણ ખબર પડશે કે હું કોણ છું.'
એવા વાતાવરણમાં બુદ્ધિપૂર્વકની દલીલ કરવાની શક્યતા સહેજ પણું ન હોવાથી મેં વાત પડતી મૂકી. મહેરબાબાએ કેટલીક મનેરંજન કરનારી સર્વસામાન્ય વાતો કર્યા પછી મને રજા આપી.
એમના આશ્રમથી બેત્રણ મિનિટને રસ્તે આવેલા એક બંગલામાં મેં રહેવા માંડયું. મારી લાગણુઓને બાજુ પર રાખીને આગળનાં ચાર અઠવાડિયાની ઘટનાઓ માટે સંપૂર્ણપણે ખુલ્લું મન રાખવાને મેં કઠોરતાપૂર્વક નિશ્ચય કર્યો. મહેરબાબાને માટે કોઈ જાતની માનસિક દુશ્મનાવટ ન રાખવી, અંદરનું શંકાશીલતાવાળું વલણ પણ ન રાખવું, પરંતુ એને બદલે આશા પૂર્વક પ્રતીક્ષા કરવાની વૃત્તિ કેળવવી, એ સંકલ્પ કર્યો.
શિષ્યના સમાગમમાં હું દરરોજ ગાઢ રીતે આવ્યા કરતો. એમની જીવન જીવવાની રીત જોતો, એમના મનોવૈજ્ઞાનિક ઢાંચાનું નિરીક્ષણ કરતો, અને મહેરની સાથેના એમના આધ્યાત્મિક સંબંધના ઇતિહાસની બારીક તપાસ કરતો. પારસી પયગંબર મને દરરોજ એમને થોડોક વખત આપ્યા કરતા. અમે અનેક વિષયો પર વાત કરતા અને એ અનેક પ્રશ્નોના ઉત્તર આપતા, પરંતુ એમણે મને અહમદનગરમાં જે વિચિત્ર વચન આપેલાં તેમને લગીરે ઉલ્લેખ એમણે એક વાર ન કર્યો. મેં નક્કી કર્યું કે એમની સ્મૃતિને તાજી કરવા કોઈ પણ પ્રકારનો પ્રયાસ ન કરો, અને એથી એ વાત દેખીતી રીતે જ મોકૂફ રહી.
કાંઈક અંશે મારી પત્રકારની કુતૂહલવૃત્તિ સંતોષવા અને કાંઈક અંશે પૂરતાં તથ્યોને શોધી કાઢવાની પ્રામાણિક ઈરછાને લીધે મારી મુલાકાતની વ્યર્થતા વિશેની મારી અંતઃ પ્રેરણાઓનું સમર્થન