________________
પારસી પયગંબરના આશ્રમમાં
ભૂલથી સૂકા ઊંડા ધ્યાનમાં મગ્ન બનેલે માની લીધે. પરંતુ હરકત નહિ, મેં તેમને તરત જ ઉત્તર આપ્યો :
“હું ભારતમાં આવ્યો છું ત્યારથી મને જે બાર કે વધારે પયગંબરની ભેટ થઈ તેમને વિશે વિચારી રહ્યો છું.”
મહેરબાબા નવાઈ પામ્યા હોય એવું ન લાગ્યું.
હા.” એમના કકકાવાળા પાટિયા પર ધીમેથી આંગળીઓ ફેરવતાં એમણે ઉત્તરમાં ફરીથી કહેવા માંડયું: “મેં પણ એમનામાંના થોડાક વિશે સાંભળ્યું છે ખરું.”
એના સંબંધમાં તમે શું કહે છે ?” મેં નિર્દોષતાપૂર્વક પ્રશ્ન કર્યો.
એમના કપાળ પર કરચલીઓ ફરી વળી, પરંતુ એમના મુખ પર ઉત્તમ પ્રકારનું સ્મિત રેલાયું.
એ લેકે જે પ્રામાણિક હોય તો ભૂલને ભોગ બનેલા છે. જે એ અપ્રામાણિક હેય તે બીજાને છેતરી રહ્યા છે. એવા કેટલાક સંતપુરુષે છે જે સારો વિકાસ કરે છે અને પછી એમનું માથું આધ્યાત્મિક ભ્રમણાઓથી ભરાઈ જાય છે. એવી દુઃખદ દશા માટે ભાગે ત્યારે આવે છે જ્યારે એમને શિખામણ આપવા અને દોરવા માટે કઈ યોગ્ય ગુરુ નથી હોતા. યોગમાર્ગમાં અધવચ્ચે એક એવો તબક્કો આવે છે જેમાંથી આગળ વધવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. એવું ઘણી વાર બને છે કે સાધનભજનની મદદથી એ તબક્કા પર પહોંચેલે પુરુષ મૂર્ખતાને લીધે એમ માને છે કે મને ઉચ્ચતમ ધ્યેયની પ્રાપ્તિ થઈ ગઈ. થોડેક વધારે વખત વીતે એ પહેલાં તો એ પિતાને પયગંબર તરીકે કલ્પી લે છે ! ”
“ઘણું જ સુંદર અને તર્કબદ્ધ સ્પષ્ટીકરણ પરંતુ કમનસીબે પિતે પયગંબરે હેવાને દાવો કરનાર બીજા પુરુષોને મુખેથી પણ મેં એવી જ વાતો સાંભળી છે. પ્રત્યેક એવું પ્રતિપાદાન કરે છે કે પિતે પૂર્ણ છે. પ્રત્યેક પેતાના પ્રતિસ્પર્ધીઓને અપૂર્ણ કહી બતાવે છે.”