________________
૩૯૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
બનનાર વ્યક્તિ મહેર પ્રત્યેની સરળ શ્રદ્ધાને પરિણામે તદ્દન સાજી થઈ ગયેલી એવું કહેવાતું. પરંતુ ઝીણવટભરી તપાસ પછી જણાયું કે જે ડોકટરે એ વ્યક્તિની દવા કરેલી એમને એ વ્યક્તિમાં ભારે કબજિયાતથી ખરાબ બીજું કશું જ નહોતું દેખાયું ! બીજે પ્રસંગ એક સારા સ્વભાવના વૃદ્ધ સદગૃહસ્થને હતે. એમને વિશે એવું કહેવાતું કે એ અનેક પ્રકારનાં દરદોમાંથી રાતોરાત સાજા થઈ ગયા પરંતુ તપાસ કરતાં માલૂમ પડયું કે એમનું ઘૂંટણ સૂજેલું હતું એટલું જ. ટૂંકમાં કહીએ તો, પોતાના ગુરુની અદ્ભુત રેગ મટાડવાની શક્તિને ભક્તીએ સંપૂર્ણપણે અને અશિષ્ટ રીતે અતિશયોક્તિભરી ભાષામાં રજૂ કરી હતી. એમને વધારે પડતો અસીમ ઉત્સાહ એવા દેશમાં સહેજે સમજી શકાય છે જેમાં સત્ય કરતાં દંતકથાને પ્રસાર વધારે વેગથી થઈ જાય છે.
પારસી પયગંબરે મને આપેલા અસાધારણ આશ્ચર્યકારક, અનુભવનાં વિશેષ વચને એ પાળશે એવું મારા માન્યામાં નહેતું આવતું. પરંતુ એમની સાથે એક મહિનાનો સમય ગાળવા હું સંમત થયેલો એટલે મારું વચન મારે એટલી સહેલાઈથી ન તોડવું જોઈએ એવું મેં વિચારી લીધું. એટલા માટે પ્રત્યેક પ્રકારની વૃત્તિ અને નિર્ણયશક્તિની વિરુદ્ધ જઈને મેં નાશિકની ગાડી એ ગણતરીથી પકડી કે એમને એમની કહેવાતી શક્તિઓ પુરવાર કરવાની તક મેં કદી પણ ન આપી એ માટે એ મને દેશપાત્ર ન ઠરાવે.
મહેરે આધુનિક મકાનેથી બનેલ પિતાને આશ્રમ શહેરના તદન દૂરના ભાગમાં બાંધેલ. એમની સેવામાં રહેનારા ચાળીસ શિષ્યો એ સ્થળમાં કઈ પણ પ્રકારના પ્રયોજન વિના આંટાફેરા કરી રહ્યા હતા.
તમે શેને વિશે વિચારી રહ્યા છે?” અમે મળ્યા ત્યારે એમણે મને સૌથી પહેલો પ્રશ્ન એ પૂછળ્યો. હું થાકેલો તથા પ્રવાસથી કંટાળેલ હતા. એમણે મારા નીરસ જેવા દેખાવ પરથી કદાચ મને