________________
૧૯ર.
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં મેં થોડા કલાકની ઊંઘ માટે મારી જાતને લંબાવી, અને સવારે માન્યામાં ન આવે એવા સૂકા ગળા સાથે જાગે ત્યાં સુધી શું થયું તેની ખબર પણ મને ન પડી.
એ પછીના થોડાક કલાક દરમિયાન ગાડી જ્યાં જ્યાં ઊભી રહી ત્યાં ત્યાં નજીક રહેનારા કે કેટલાય માઈલ દૂરથી આવેલા સાહેબજીના અનુયાયીઓ એમના ડબાની બારી પાસે ટાળે વળતા દેખાયા. એમને એમના પ્રવાસની પહેલેથી જ ખબર અપાઈ હોવાથી,
એ ટકા મેળાપના અવસરનો લાભ લેવા એ બધા આતુર હતા. કારણકે ભારતમાં કહેવાય છે કે ગુરુને એક ક્ષણને પણ સમાગમ મહત્વનાં આત્મિક અને ભૌતિક પરિણામે પેદા કરે છે.
મેં સાહેબજી સાથે એમના પિતાના ડબામાં મારા છેવટના ત્રણ કલાક પસાર કરવાની મંજૂરી માગી, અને એ મંજૂરી મેળવી લીધી. ત્યાર બાદ દુનિયાની પરિસ્થિતિ વિશે, પશ્ચિમના દેશી વિશે, ભારતના ભાવિ વિશે અને એમના પિતાના મત કે સંપ્રદાયના ભાવિ વિશે અમે લાંબી ચર્ચામાં ઊતરી પડ્યા. છેવટે એમણે મને એમની પ્રસન્ન, નત્ર અને નિખાલસ ઢબે કહેવા માંડયું?
“હું તમને ખાતરી આપું છું કે ભારત માટે પિતાને દેશ છે એ ભાવ મને નથી થતું. હું મારા દષ્ટિકોણમાં વિશ્વબંધુત્વની ભાવનાથી ભરેલું છું અને બધા મનુષ્યોને મારા ભાઈ તરીકે માનું છું.' - એવી નવાઈ પમાડનારી નિખાલસતાએ મને આનંદ આપો. એમની આખીય વાતચીત સંબંધમાં એવું હતું કે એ હંમેશાં પોતે કહેવા ધારેલા મુદ્દા તરફ એકસરખા ચાલ્યા જતા. પ્રત્યેક વાક્યને ઉપયોગ એ પોતાના ધારેલા નિશ્ચિત લક્ષ્યની સિદ્ધિ માટે કરતા; અને પિતાની માન્યતાઓને પૂરેપૂરી હિંમતપૂર્વક પ્રદર્શિત કરતા તેમ જ વળગી રહેતા. એમની સાથે વાર્તાલાપ કર, એમના મનને ગાઢ પરિચય કરવો, એ એક આવકારદાયક અનુભવ હતું. એ હંમેશાં કઈક અણધાર્યા વાક્ય સાથે કે વિવિધ વિષયો પરના કોઈ નવા દષ્ટિબિંદુ સાથે પોતાની જાતની રજૂઆત કરતા.