________________
દયાળખાગ
૩૯૩
સપાટ પ્રદેશ પરથી પસાર થતી ગાડી હવે એવી રીતે ચાલવા માંડી કે જેને લીધે બારીમાં થઈને મારી આંખમાં અસહ્ય સૂર્ય પ્રકાશ પડવા માંડ્યો; તીખ તાપ શરીરને શેકવા લાગ્યો. નિર્દય કઠેર કિરણે મનને કંટાળો આપવા માંડયાં. મેં સૂર્યની ગરમીથી રક્ષણ કરવા માટેનું ખાસ સાધન કાઢયું, અને ઈલેકિટ્રક પંખો ચાલુ કરીને બપોરના તાપથી ડીક રાહત મેળવી. સાહેબજી મહારાજે મારી અગવડને ખ્યાલ કરીને પ્રવાસની પેટીમાંથી થોડાંક સંતરાં કાઢઢ્યાં. એમને નાના ટેબલ પર મૂકીને એમણે મને પોતાની સાથે ખાવાને આદેશ આપ્યો.
આનાથી તમારા ગળાને ટાઢક વળશે. એમણે જણાવ્યું.
એમની છરીની મદદથી એ સંતરાંની રંગીન છાલને ધીમેથી ઉતારવા માંડી ત્યારે એમણે ઊંડા વિચારમાં ગરકાવ બનીને કહેવા માંડયું :
તમારા ગુરુરૂપે કોઈને પણ પસંદ કરવામાં તમે આટલા બધા સાવધ છો એ સારું છે. ગુરુનો નિર્ણય કરતાં પહેલાં શંકાશીલ વલણ રાખવું ઉપયોગી છે ખરું, પરંતુ પછી તો એમનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો પડે છે. આધ્યાત્મિક ગુરુ ન મળે ત્યાં સુધી જપીને ન બેસતા. એ એકદમ આવશ્યક છે.'
થોડાક વખતમાં તો ઘંટી ચાલતી હોય એવો અવાજ આવ્યો. અને કેઈ જેરથી પિકારી ઊઠયું:
તિમરણી !”
સાહેબજી મહારાજ છૂટા પડવાના ઉદ્દેશથી ઊભા થયા. એમના શિષ્યો આવે અને એમને વીંટળાઈ વળે તે પહેલાં મારામાં કશુંક જાગ્રત થયું. એણે મારી છૂપી લાગણીને બહાર કાઢી, મારા પશ્ચિમી ગર્વની અવગણના કરી, મારા ધર્મવિરોધી સ્વભાવને કચડી નાખ્યો, અને મારા મુખમાંથી કહ્યું:
પૂજ્ય શ્રી, મને તમારા આશીર્વાદ આપી શકશો?