________________
ાળખાગ
૩૯૧
અમારી મડળી ડીક ડીક ધ્યાન ખેંચે તેવી બની હતી. કાઈએ સાહેબજીને માટે ખુરસી આણી. એ એના પર એમના ભાવિક અનુયાયીઓ વચ્ચે બેસી ગયા, અને મેં અપ્રકાશિત પ્લેટફાર્મ પર ફરવા માંડયુ.
દિવસ દરમિયાન મેં મારા દયાળભાગના નિવાસનું અવલેાકન કયું તે! મને સખેદ સમજાયું કે મને કાઈ યાદગાર અંતરંગ અનુભવ નથી થયા, તથા મારા પર કૃપા કરીને જીવનના ગૂઢ રહસ્યનું આત્માને ઉપર ઉઠાવતું કાઈ દર્શીન પણ મને નથી કરાવવામાં આવ્યું. મેં એવી આશા રાખેલી કે ચેાગના કેાઈ વિશાળ ઉજજવળ અનુભવને લીધે મારા માનસિક અંધકાર એકાદ બે કલાક માટે પણ દૂર થશે, અને એને લીધે યાગના માર્ગ પર શ્રદ્ધાના બળ પર જ નહિ પરંતુ અનુભવના આધાર પર આગળ વધવાનું મારે માટે શકય બનશે. પર ંતુ ના, મને એવા આશીર્વાદ ન મળ્યા. કદાચ હું એને માટે યાગ્ય નહિ હાઉં. એમ પણ હોય કે મારી માગણી ઘણી વધારેપડતી હતી. મને કાંઈ સમજ ન પડી.
એ બેઠેલી આકૃતિ પર મે' અવાનવાર નજર નાખી. સાહેબજી મહારાજ જે આકર્ષીક વ્યક્તિત્વ ધરાવતા હતા તે વ્યક્તિત્વે મને મુગ્ધ કર્યા. એ અમેરિકનની સાવધાનતા અને વ્યાવહારિકતા, સાચા ચારિત્ર્યને માટેની અંગ્રેજોની રુચિ તેમ જ ભારતની ધાર્મિકતા અને ચિંતનશીલતાના વિચિત્ર સંમિશ્રણરૂપ હતા. આધુનિક જગતમાં એમના જેવા માનવ વિરલ હશે. લાખથી વધારે સ્ત્રીપુરુષોએ એ માણસને એમના આંતરજીવનનું સુકાન સુપરત કરેલું હતું. તે છતાં રાધાસ્વામીએના એ નિરભિમાની ગુરુ સંપૂર્ણ સરલતા ને નમ્રતાની મૂર્તિ બનીને બેસી રહેલા.
આખરે અમારી ગાડીએ સ્ટેશનમાં ગર્જના કરી અને એન્જિનના માથા પરથી રાક્ષસી બત્તી પાટાઓના પસાર થવાના માર્ગ પર પ્રખર પ્રકાશ પાથરી રહી. સાહેબજીએ એમના રિઝ કરેલા ડખામાં પ્રવેશ કર્યો અને બાકીના અમે બુધા ખીજા ડબામાં ગાઠવાઈ ગયા.