________________
૯૦.
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
એશિયાના ડહાપણુ અથવા જ્ઞાન અને પશ્ચિમના વિજ્ઞાનનું જતન કરનારું જગત એક દિવસ કદાચ એવી સંસ્કૃતિનું સર્જન કરશે જે પ્રાચીનતાને શરમાવશે, આધુનિક્તાની હાંસી ઉડાવશે, અને ભવિષ્યની પેઢીને આશ્ચર્યચકિત કરી મૂકશે.
મારા ચિંતનને પ્રવાહ અટકી ગયો. માથું ઊંચું કરીને મેં મારા સાથીદારને સંબોધીને પ્રશ્ન પૂછયો. એમણે મને સાંભળ્યો હોય એવું ન લાગ્યું. સૂર્યાસ્તના છેલ્લા રાતા પ્રકાશનું પ્રતિબિંબ પાડતી નદી પર તાકતા એ બેસી રહ્યા. એ સમય સાંજને હતો. આકાશમાંથી, વેગપૂર્વક અદશ્ય થઈ જતા સૂર્યના મોટા ગાળાનું હું નિરીક્ષણ કરવા લાગ્યો. એ વખતની નીરવતા અવર્ણનીય હતી. એ સુંદર દશ્યથી મૂક બનેલી આખીય પ્રકૃતિ કામચલાઉ વિશ્રાંતિ કરતી હોય એવું દેખાયું. મારું હૃદય એ સર્વોત્તમ શાંતિનું પાન કરવા માંડયું. મેં મારા સાથી તરફ ફરી દષ્ટિ કરી. એમની આકૃતિ ઝડપથી એકઠા થતા આછા અંધકારની ચાદરથી લપેટાવા લાગી.
અંધારી રાત્રીની ગોદમાં સૂર્ય એકાએક સરકી પડો ત્યાં સુધી અમે થોડીક વધારે ક્ષણે સુધી એ નીરવ શાંતિમાં બેસી રહ્યા.
મારા સાથીદારે ઊભા થઈને મારી સાથે અંધકારના ઓળામાંથી દયાળબાગ તરફ પાછા ચાલવા માંડયું. પ્રકાશનાં બિંદુ જેવા હજારે તારાઓના ચંદરવા નીચે અમારી સહેલ પૂરી થઈ.
સાહેબજી મહારાજે દયાળબાગ છેડીને સારે એવો આરામ કરવા માટે મધ્ય પ્રાંતના કેઈક સ્થળમાં જવાનો નિર્ણય કર્યો. એ અવસરને મેં અમારી વિદાયના નિર્મિત સમય જે માની લીધે અને એ જ દિશામાં જવાની યોજના બનાવી. અમારે તિમરણી સુધી સાથેસાથે સફર કરવાની હતી. એ પછી અમારા રસ્તા બદલાવાના હતા.
રાતના એકાદ વાગ્યે અમે આગ્રા સ્ટેશને આવી પહોંચ્યા. વીસેક જેટલા ખાસ શિષ્ય એમના ગુરુની સાથે આવ્યા હોવાથી