________________
દયાળબોગ
૩૮૯
એને પણ એમને ખ્યાલ આવ્યો. એમના મૃત્યુની સાથે યોગનાં સાચાં રહસ્ય પણ મળી જશે એ હકીકત એમના ધ્યાન બહાર ન રહી. એટલા માટે વિચારનાં સૂક્ષ્મતમ અને સર્વોચ્ચ શિખરે પરથી નીચે ઊતરીને એ આપણું જમાનામાં, વીસમી સદીના શક્તિશાળી પ્રયત્નવાળા વાતાવરણમાં, આવી પહોંચ્યા અને બંનેની વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનો પરિશ્રમ કરવા માંડયા.
એમને એ પ્રયાસ અત્યંત તરંગી કે વિચિત્ર હતો? ના. એથી ઊલટું એ ખૂબ જ આદરણીય હતો. આપણે એવા દિવસોમાં જીવી રહ્યા છીએ જ્યારે અરેબિયાની મહમદની કબર ઈલેકટ્રિક લાઈટથી પ્રકાશિત કરવામાં આવે છે. અને મારો કક્કોના રણની રેતી પરથી ઊંટને બાજુ પર રાખીને ભભકાદાર, મોજશોખ પૂરો પાડે એવી મોટામાં મુસાફરી થાય છે. તો પછી ભારતના સંબંધમાં શું ? તદન વિરોધી સભ્યતાની અસર નીચે આવીને સૈકાઓની નિદ્રામાંથી ઝબકીને જાગેલા એ વિશાળ દેશે પણ પોતાની ભારેખમ પોપચાંવાળી આંખને ઉઘાડતા જવું જોઈશે. અંગ્રેજોએ રેતીના રણને ફળદ્રુપ જમીનમાં પલટાવવા કરતાં વધારે કામ કર્યું છે. ખેતીવાડીને મદદ કરનારી અને મોટી નદીઓનાં પૂરને નિયમનમાં રાખનારી નહેરો તથા બંધની યોજનાઓ કરતાં વધારે કર્યું છે. પશ્ચિમોત્તર સરહદ પર શાંતિ તેમ જ સંપત્તિની સલામતી માટે અત્યંત કુશળ સૈનિકોની દુર્ભેદ્ય દીવાલ તૈયાર કરવા કરતાં અને વિવેકી બુદ્ધિવાદી વિચારોને તંદુરસ્ત વાયુને વહેતે કરવાથી વધારે કર્યું છે.
લીલીછમ ઉત્તર અને દૂરની પશ્ચિમ દિશામાંથી ગોરાઓ. આવી પહોંચ્યા. ભાગ્યદેવતાએ ભારતને એમનાં ચરણોમાં મૂકી દીધુ. માત્ર થોડાક નજીવા પ્રયાસેથી આખા દેશ પર એમને અધિકાર સ્થાપિત થયો.
શા માટે ? ભા. આ. ર. એ. ૨૫