________________
૨૮૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
લગાડવાના અવસર આવી પહેાંચ્યા છે. રાજ્યરાજની ભરચક પ્રવૃત્તિઓના માર્ગને સ્વર્ગના માર્ગ બનાવી શકાય છે તે બનાવવા જોઈએ. મહેનતુ માણસેાની જીવનપદ્ધતિથી એકદમ અલગ પડી જતી જીવનની આધ્યાત્મિક પાયા પર રચાયેલી યાગપદ્ધતિને લેાકેા પેાતાની મેળે મહત્ત્વની માનેલી મૂર્ખતાના છેતરનારા સ્વરૂપ જેવી ગણુતા થઈ જાય એવું પણ બની શકે.
યોગ જો થાડાક યાગીઓના શાખ જ રહેવાના હોય, તા વર્તમાન જગતને જરા પણ કામ નહિ લાગે અને એના મરવા માંડેલા વિજ્ઞાનના છેલ્લા અવશેષોનુ અસ્તિત્વ પણ મટી જશે. જો એ કેટલાક કૃશકાય સાધુએના અંગત આનંદની જ સામગ્રી બનવાના હાય, તેા કલમ અને હળ ચલાવનારા, એન્જિનના આરડાએના ભારેખમ મેલા વાતાવરણમાં વિચરનારા, શૅરબજારોના ધેાંધાટા વેઠનારા અને દુકાનેાના ધમાલિયા ધંધા કરનારા આપણે એના તરફથી આપણું મુખ તેડાઈપૂર્વક ફેરવી લઈશું. અને આજે આધુનિક પશ્ચિમનું જેવું વલણ હશે તેવું જ વલણુ આધુનિક ભારતનું પણ ઘેાડા જ વખતમાં થઈ રહેશે.
સાહેબજી મહારાજે પરિસ્થિતિના અનિવાયૅ પ્રવાહની ભારે ચતુરાઈપૂર્વક પહેલેથી જ ઝાંખી કરી અને યોગેાના પ્રાચીન વિજ્ઞાનને આધુનિક રીતે ઉપયોગ કરીને એને જીવંત રાખવા માટે અસરકારક પ્રયાસ કર્યો. એ પ્રેરણાપ્રદાયક પરિશ્રમી પુરુષ પેાતાની જન્મભૂમિમાં પેાતાની છાપ છેાડી જશે એમાં શંકા નથી. એ સમજી ચૂકેલા કે એમના દેશ લાંબા વખત સુધી પ્રમાદમાં પડી રહ્યો છે. એ સ્પષ્ટતાપૂર્વીક જોઈશકયા હતા કે તૈયાર માલસામાન, વેપાર અને આધુનીકરણ પામેલી ખેતીથી ધબકતું પશ્ચિમ શા માટે વધારે સ ંપત્તિશાળી જીવન જીવી રહ્યું છે. એમણે એ પણ જોયું કે યોગવિદ્યા ભારતે એના પ્રાચીન ઋષિએ પાસેથી મેળવેલા મહામૂલા વારસારૂપે ટકી રહી છે, પરંતુ એકાંત સ્થાનામાં રહીને એને જીવતી રાખનારા ગણ્યાગાંઠચા મહાપુરુષો એમના વર્ષોંના નષ્ટ થતા જતા અવશેષો જેવા છે.