________________
૩૮૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ઊંચી અને પવિત્રમાં પવિત્ર ભાવનાઓનો સમાવેશ કરનારા મતોનું દર્શન પણ નથી થતું એવું નથી સમજવાનું. ભારત એવું અનેરું છે !
પરંતુ એ દેશમાં બીજે ક્યાંય પણ મને રાધાસ્વામી જેવા આશ્ચર્યજનક મતનો પરિચય નથી થયો. એની અસાધારણતાનો ઇનકાર નહિ કરી શકાય. સંસારની સૌથી પ્રાચીન વિદ્યા યોગને યુરોપ અથવા અમેરિકાના અદ્યતન ઢબના સમૃદ્ધ શહેરની ભારે દબાણવાળી યાંત્રિક સભ્યતા સાથેની આ વિરોધાભાસી સમન્વય સાહેબજી મહારાજ વિના બીજા કોના મગજમાંથી ઉદ્દભવીને સાકાર બની શકે ?
દયાળબાગ એના અત્યારના દેખીતા મહત્ત્વ વિનાના સ્થાનમાંથી આગળ આવીને ભારતીય ઇતિહાસમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે ખરો ? ભારતમાં અત્યાર સુધી જે વસ્તુઓનો ઉકેલ કેઈની દ્વારા પણ ન આણી શકાયો હોય એવી ઊલટસૂલટી અટપટા શબ્દની સમસ્યારૂપ હોય તે પણ એના પરથી એમ તે નહિ જ કહેવાય કે આવતાં વરસો એનો ઉત્તર નહિ આપી શકે.
ગાંધીના મધ્યયુગવાદના ઉપદેશોને સાહેબજીએ હસી કાઢેલા અને ગાંધીના મુખ્ય નિવાસસ્થાન અમદાવાદમાંથી એ હાસ્યના હજુ પણ પડઘા પડી રહ્યા છે. સાબરમતી નદી પરથી કારખાનાઓની પચાસ ઊંચી ચિમનીઓ ગણી શકાય છે, જે ખેડૂતોની હાથકારીગરીના શાસ્ત્રને પ્રેરણા આપનારા સફેદ, લાકડાના બંગલાઓના સાધારણ સમૂહની અવગણના કરતાં ધુમાડા કાઢલ્યા કરે છે.
જીવનના જરૂરી વ્યવસાયો ચલાવવાની ભારતની પરંપરાગત પદ્ધતિઓનો પશ્ચિમની રીતભાતેની જમ્બર અસરને લીધે ભાંગીને ભૂકે થઈ જવા માંડ્યો. ભારતના દરિયાકિનારે ઊતરેલા પહેલા યુરેપવાસીઓ સરસામાનની ગાંસડીઓ સાથે જ મહેતા આવ્યા પરંતુ વિચારે પણ લાવેલા. કાલીકટના શાંત બંદર પર વા ડા ગામાએ એના દાઢી વધેલા ખલાસીઓને ઉતાર્યા ત્યારે આટલી