________________
૩૮૫
એમાં જોડાવાની લાલચ નથી આપી. આશરે બે વરસ પહેલાં મારા મનમાં કેટલીક બાબતાની મૂંઝવણ પેદા થઈ તેથી એમની માન્યતાના સખધમાં જુદાજુદા મિત્રોને મળીને મે' પ્રશ્નો પૂછવા માંડયા. મે મારા પિતાજીને પણ પૂછી જોયું, અને એમણે જે જણાવ્યું તેના પરથી મને રાધાસ્વામી મતના ઉપદેશેા તરફ ખેંચાણુ થયું. સમાજના સભ્ય તરીકે મારા સ્વીકાર કરવામાં આવ્યેા, અને વખતના વીતવા સાથે મારા વિશ્વાસ સાચા ઠર્યા છે. પેાતાનું સમસ્ત જીવન મૂંઝવણમાં ગાળ્યા પછી જ ખીજા અમારી સાથે જોડાઈ શકયા છે. એ દૃષ્ટિએ જોતાં કદાચ હું ભાગ્યશાળી હતા.’
યાંળખાગ
તમારી પેઠે હું પણ મારી શકાઓના ઉકેલ એટલી જ સહેલાઈથી ને ઝડપથી કરી શકું તેા...?' મેં શુષ્કતાથી જવાખ આપ્યા.
અમે બંને ફરી પાછા મૌનમાં ડૂખી ગયા. જમનાનુ ઘેરું વાળી પાણી મારી દિષ્ટને આકર્ષી રહ્યું, અને હું અજ્ઞાત રીતે ઊંડા દિવાસ્વપ્નમાં સરી પડયો.
આ ભારતવાસીઓની જાણ્યેઅજાણ્યે થતી અધી જ વિચારણા વિશ્વાસથી તેમ જ કાઈ પ્રકારના ધર્મ, સંપ્રદાય કે પવિત્ર ગ્રંથ પ્રત્યે વફાદારી ધરાવવાની આવશ્યકતાથી ર‘ગાયેલી છે. ભારતમાં અધમથી માંડીને ઉત્તમ સુધીના પ્રત્યેક પ્રકારના મતનું પ્રતિનિધિત્વ થયેલું જોવા મળે છે.
એક વાર હું ફરતા ફરતા ગંગા પરના એક નાનકડા મદિર પાસે જઈ પહેાંચ્યા. એના સ્થા કામુક આલિંગનમાં રત સ્ત્રીપુરુષોને ચિતાર આપતી કાતરેલી આકૃતિઓથી ઢંકાયેલા હતા, અને એની દાવાલા પશ્ચિમના પાદરીને ખળભળાવી નાખનારાં શૃંગારી ઢસ્યાના ચિત્રકામથી ભરેલી હતી. હિંદુ ધર્મમાં એવી વસ્તુએને માટે અવકાશ છે. અને એવું પણ હોય કે જાતીયવૃત્તિને ગટરમાં નાખી દેવા કરતાં એને ધાર્મિક રીતે થતા સ્વીકાર વધારે સારા છે. પરંતુ એથી આગળ વધીને જોઈએ તે, માનવને માટે શકય હેાય તેવી ઊંચામાં