________________
૩૮૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હિન્દુ ધર્મના દેવોમાં કદાચ સૌથી વધારે પૂજનીય અથવા આરાધ્ય દેવ તરીકે પ્રતિષ્ઠા પામ્યા છે.
“તાજેતરનાં કેટલાંક વરસ સુધી આ સ્થળ જંગલી જનાવરોના નિવાસસ્થાન જેવું હતું. મારા સાથીદારે કહેવા માંડયું?
અને રાત્રી દરમિયાન જેના પર દયાળબાગનું નિર્માણ થયું છે તે જગ્યા પર તે આંટાફેરા કરતાં. હવે તેમણે આ જગ્યા છેડી દીધી છે.”
અમે બેચાર મિનિટ સુધી શાંતિથી બેસી રહ્યા. એ પછી એમણે જણાવ્યું :
અમારી સમૂહસભાઓમાં ભાગ લેનારા યુરોપવાસી તમે સૌથી પહેલા છે. છતાં તમે છેલ્લા તે નહિ જ હે. તમે બતાવેલી સમજદારી અને સહાનુભૂતિની અમે કદર કરીએ છીએ. તમે અમારા મંડળમાં શા માટે નથી જોડાતા ?”
: “કારણકે મને કેઈ સંપ્રદાયમાં શ્રદ્ધા નથી. તદુપરાંત જેને તમે માનવા માગતા હે તેને સહેલાઈથી કે વગર સમજેયે માની લેવાનું જોખમકારક છે.”
. એમણે પોતાનાં ઘૂંટણ ઊંચાં કર્યા અને તેના પર પિતાની હડપચી ટેકવી રાખી.
“અમારા ગુરુદેવની સાથે તમારે સમાગમ તમારે માટે ગમે તેમ તો પણ લાભકારક થઈ પડશે. અમારી સાથે જોડાવા માટે તમને કોઈ જાતનું દબાણ નહિ કરું. અમે કોઈનું ધર્માતર કરવાને પ્રયાસ નથી કરતા અને અમારા સભ્યોને કેાઈને ઉપદેશ આપવાની અનુજ્ઞા પણ આપવામાં નથી આવતી.”
“આ મંડળના અસ્તિત્વની ખબર તમને કેવી રીતે પડી?”
તદ્દન સાદી સીધી રીતે. મારા પિતાજી ઘણાં વરસોથી આ મંડળ કે સમાજના સભ્ય છે. એ દયાળબાગમાં રહેતા નથી, પરંતુ અવારનવાર એની મુલાકાત લે છે. એવી એક મુલાકાત દરમિયાન એ મને એમની સાથે લઈ આવેલા, પરંતુ એમણે મને