________________
દયાળબાગ
૨૮૩
તમે મને સૌથી પહેલાં કોઈ વ્યક્તિગત અનુભવ કે વિશ્વાસ પેદા કરે તે પુરા ન આપી શકે ? તમે જે કહે છે તે સંપૂર્ણ સાચું હશે, પરંતુ મારું હૃદય તેને માનવાની ઈચ્છા રાખે છે.”
તમારે પહેલાં અમારી સાથે જોડાવું જ જોઈએ.”
હું દિલગીર છું. મારાથી તે નહિ થઈ શકે. મારું ઘડતર જ એવી જાતનું છે કે પુરાવા વિના કઈ વસ્તુને માનવાનું મારે માટે મુશ્કેલ છે.”
સાહેબજીએ નિરૂપાય હોય એ અભિનય કરતાં એમના હાથ ફેલાવીને કહ્યું :
“તો પછી મારાથી શું થઈ શકે? હું પરમપિતાને અધીન છું.'
દિનપ્રતિદિન સમાજના સભ્યોની જેમ નિયમિતતાથી મેં બધી જ સમૂહસભાઓમાં ભાગ લેવા માંડ્યો. એમની સાથે હું શાંતિ પૂર્વક ધ્યાન કરતો અને એમના ગુરુદેવનાં પ્રવચન સાંભળતા. હું એમને છૂટથી પ્રશ્નો પૂછતે અને મને પ્રાપ્ય વિશ્વવિષયક તથા માનવવિષયક રાધાસ્વામી મતના ઉપદેશના અંગેનું અધ્યયન કરતો.
એક દિવસ બપોર પછી એક શિષ્ય સાથે દયાળબાગથી એકાદ માઈલ દૂર જંગલ શરૂ થતું હતું ત્યાં હું ફરફરતે જઈ પહોંચ્યો. ત્યાંથી જમુના તરફ વળીને આખરે અમે એ વિશાળ નદીના તટ પર બેસી ગયા. રેતીથી ભરેલા સીધા ચઢાણવાળા સ્થળેથી અમે આગ્રા તરફ વિસ્તરેલા મેદાની પ્રદેશમાં વળાંક લેતા અને માર્ગ કરતા પ્રસન્ન પાણીનું નિરીક્ષણ કરવા માંડ્યા. એક મોટું ગીધપક્ષી અવારનવાર અમારા માથા પરથી પાંખો ફફડાવીને પિતાના ઘર તરફ જવા માટે ઊડ્યા કરતું હતું.
જમના નદીના તટપ્રદેશ પર કેઈક ઠેકાણે શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે એમને પોતાની સુંદર અને આકર્ષક વાંસળીથી તથા પિતાના પ્રેમથી મુગ્ધ કરતા વિજયી બનીને વિહાર કરતા હતા. આજે એ