________________
૩૮૨
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખાજમાં
સર્જન કે આવિર્ભાવ માટે વપરાયેલાં બધાં જ તત્ત્વાનુ પ્રતિનિધિત્વ એમાં નાના પાયા પર કરવામાં આવ્યું છે, અને સઘળાં સૂક્ષ્મ ક્ષેત્ર કે પ્રદેશોની સાથે એ સંબધ ધરાવે છે, એટલા માટે આપણી અંદરના આત્મતત્ત્વ માટે ઉત્તમાત્તમ આધ્યાત્મિક વિકાસની પ્રાપ્તિ કરવાનું તદ્દન શકય છે. આજ્ઞાચક્રમાંથી છૂટીને એ ઉપરની દિશામાં આગળ વધે છે ત્યારે મગજના રાખેાડી પટ્ટામાંથી પસાર થતા માર્ગેથી આગળ વધીને એ વિશ્વમન સાથે સંપર્ક સાધે છે, અને સફેદ પદાર્થીમાંથી પસાર થતા મા એની વૃત્તિને ઉત્તમ પ્રકારનાં આત્મિક સત્યા તરફ દોરી જાય છે. પરંતુ એવે! ઉત્તમ પ્રકારના આત્મભાવ પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયાની બધી જ બહારની ક્રિયાઓને બધ કરવી જોઈએ. એ સિવાય બહારના વિષયેામાં ઢાડતી વૃત્તિઓને રોકી નથી શકાતી. એટલા માટે, અંદરની સમાધિની ઉત્તમેાત્તમ કક્ષાની પ્રાપ્તિ થતાં સુધી, પેાતાની આજુબાજુના વાતાવરણમાંથી પેાતાના ધ્યાનના પ્રવાહને પેાતાની અંદર પા વાળવાને પરિણામે સધાતી અદ્ભુત અને સંપૂર્ણ એકાગ્રતાને અભ્યાસ કરવા એ અમારી યાગસાધનાના સાર છે.”
એ ગહન રીતે કહેવામાં આવેલા સૂક્ષ્મ ને ગુપ્ત વિચાશને પચાવવાના પ્રયાસ કરતાં મેં બીજી બાજુએ જોવા માંડયું. અમારી આજુબાજુનું સારું એવું મંડળ અમારા વાર્તાલાપમાં ઊંડેા રસ લઈ રહ્યું હતું. એમના ગુરુદેવના શબ્દોમાં જે શાંત ખાતરી રહેલી હતી એણે મને આકર્ષ્યા પરંતુ...
"
તમે કહ્યું કે આ બધાં નિવેદનની ચકાસણી કરવાના એકમાત્ર મા` તમારી નાદ-યાગની પદ્ધતિઓને અભ્યાસ કરવાના
છે. પરતુ એ પતિઓને તમે ગુપ્ત રાખેા છે.’ મેં ફરિયાદ કરી, અમારા સમાજમાં પ્રવેશવાની જે અરજી કરે છે અને જેની અરજી સ્વીકારાય છે તેને અમારી આત્મિક સાધનાની પદ્ધતિ મૌખિક રીતે કહી બતાવવામાં આવે છે,’
"