________________
દયાળબોગ
૩૮૧
મેળવવાની ઈચ્છા હોય તે તમારે ગની સાધનાનો ખંતપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. માનવશરીરમાં આપણે સામાન્ય રીતે જાણીએ છીએ તેના કરતાં ઘણું ઊંચાં કામ કરવાની ખરેખરી શક્તિ છેઃ આપણું મગજનાં કેન્દ્રોના સૌથી અંદરના ભાગો સૂક્ષ્મ લેકે સાથે સંબંધ ધરાવે છે. યોગ્ય તાલીમદ્વારા એ કેન્દ્રોને શક્તિશાળી બનાવીને એ સૂક્ષ્મ લેકાથી માહિતગાર થઈ શકાય છે: અને એ બધાં કેન્દ્રોમાંનું સૌથી અગત્યનું કેન્દ્ર આપણને ઉત્તમ પ્રકારની ઈશ્વરીય સભાનતા કે પરમાત્મપરાયણતાની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે.”
તમે શરીરશાસ્ત્રના જ્ઞાતાઓ કહે છે તે જ મગજનાં કેન્દ્રોને ઉલેખ કરી રહ્યા છે ?”
કાંઈક અંશે એ તો કેવળ શારીરિક અવયવો છે અને એમની અંદરથી સૂક્ષ્મ કેન્દ્રો કામ કરે છે. ખરેખરી ક્રિયા તે એ સૂમ કેન્દ્રોમાં જ થતી હોય છે. એ કેન્દ્રોમાં સૌથી અગત્યનું કેન્દ્ર આજ્ઞાચક્રનું કેન્દ્ર છે. એ કેન્દ્ર ભ્રમરની મધ્યના પ્રદેશમાં આવેલું છે. એ માનવની અંદરની આત્મસત્તાની ગાદી છે. કોઈ માનવને એ જગાએ ગોળી મારે તો તેનું મૃત્યુ ચેકકસ અને તરત જ થઈ જાય. આંખના, કાનના અને નાકના તથા બીજા જ્ઞાનતંતુઓમાંથી વહેતા આત્મિક શક્તિના પ્રવાહ એ ચક્રમાં આવીને એક થાય છે.'
આજ્ઞાચક્રનાં મુખ્યમુખ્ય કર્તવ્યને વિષય અમારા ડોકટરોને માટે હજુ પણ કેયડારૂપ છે.” મેં ટીકા કરી.
એ હોઈ શકે છે. મનુષ્યના મન તથા તનને જીવન તેમ જ ચેતન પ્રદાન કરનારી વ્યક્તિગત આત્મસત્તાનું એ ફેકસ અથવો તેજસંકર્ષ સ્થાન છે. એ કેન્દ્રમાંથી જ્યારે આત્મસત્તા પાછી હઠી જાય છે ત્યારે સ્વપ્ન, ગાઢ નિદ્રા તથા સમાધિની દશા પેદા થાય છે અને એ કેન્દ્રને એ છેવટે ત્યાગ કરે છે ત્યારે શરીર અચેતન બની જાય છે. માનવશરીર સમસ્ત સૃષ્ટિના સારભાગરૂપ છે, સૃષ્ટિના