________________
૩૮૦
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
શબ્દોને સાંભળી શકે જેમની ઉત્પત્તિ સૃષ્ટિના પ્રાકટય વખતે આરંભની અવ્યવસ્થા વખતે થઈ હતી અને જે પરમાત્માનું સાચું નામ રજૂ કરે છે. માનવની આધ્યાત્મિક પ્રકૃતિમાં એ શબ્દના ઉપરાઉપરી પડઘા પડે છે. અમારી ગુપ્ત યોગસાધનાની મદદથી એ પડઘા સાંભળવા અને એમના મૂળ સુધી પહોંચી જવું એ ખરું જોતાં સ્વર્ગમાં પહોંચી જવા બરાબર છે. એ રહસ્યમય નાદના શ્રવણ માટે સહાયક થવાના ઉદ્દેશથી નક્કી કરવામાં આવેલી રાધાસ્વામી મતની સાધનાને જે માણસ વિશ્વાસપૂર્વક આધાર લે છે તે, આખરે એના અંદરના કાન સાથે એ દેવી નાદ અથડાય છે ત્યારે, ઊંડા આનંદમાં ડૂબીને પિતાની જાતને ભૂલી જાય છે.”
“તમારો ઉપદેશ ભારે નવાઈ પમાડે તેવો અને ન છે.'
“પશ્ચિમને માટે, પરંતુ ભારતને માટે તો નહિ જ. કબીરે બનારસમાં ઠેઠ પંદરમી સદીમાં નાદ-યોગનું શિક્ષણ આપેલું.”
“ પશ્ચિમની પ્રજાને આ વાત કેવી રીતે કહેવી તે નથી સમજાતું.”
“એમાં મુશ્કેલી છે જ ક્યાં? સંગીત એ નાદને એક પ્રકાર છે, અને એના શ્રવણથી માણસ એક જાતની ભાવસમાધિમાં ડૂબી જાય છે, તેને સ્વીકાર તે તમે કરશો જ. તે પછી અંદરથી સંભળતા સ્વર્ગીય નાદની અસર એને કેટલી બધી વિશેષ થાય?” - “જરૂર. જે કઈ એવું પુરવાર કરી આપે કે અંદરનું સંગીત સાચેસાચ અસ્તિત્વ ધરાવે છે તે હું તમારી સાથે સંમત થાઉં છું.”
સાહેબજીએ પિતાનું મસ્તક હલાવ્યું.
તમારી બુદ્ધિને સંતોષવા માટે હું તમારી આગળ કેટલીક દલીલની રજૂઆત કરું, પરંતુ મને લાગે છે કે તમારે તેના કરતાં કશુંક વધારે જોઈએ છે. કેવળ તર્કશક્તિને આધાર લઈને દેહાતીત અથવા શરીરથી ઉપરની દશા કે ભૂમિકાનું અસ્તિત્વ મારાથી કેવી રીતે પુરવાર કરી શકાય ? અવિકસિત મગજદ્વારા આ ભૌતિક જગતથી પરનું કશું ન અનુભવી શકાય એ સાવ સ્વાભાવિક છે. આધ્યાત્મિક અને સર્વોત્તમ પુરાવો અથવા પ્રાથમિક અનુભવ