________________
યાળખાગ
૩૭૯
ભૌતિક દષ્ટિકાણથી જોતાં કહેવુ જોઈએ કે તમે તેને ખરાખર સમજ્યા છે, પરંતુ વધારે સાદી ભાષામાં કહીએ તેા કહી શકાય કે સર્જનની શરૂઆતમાં પરમાત્માની પહેલી પ્રવૃત્તિ નાદના પ્રવાહને પેદા કરવાની હતી. સૃષ્ટિ કેટલાંક જડ તત્ત્વ કે પરિબળાનું પરિણામ છે એવું નથી સમજવાનું. અમારા સમાજના સભ્યા એ દૈવી નાદથી પરિચિત છે, અને એ નાદના ધ્વનિને ઝીલી શકાય છે. અમારી એવી માન્યતા છે કે નાદા એમનેા આવિર્ભાવ કરનાર શક્તિની અથવા એમના ઉદ્ભવસ્થાનની છાપ લઈને આવે છે. એ શક્તિ સાથે એમનો સબંધ હેાય છે. એટલા માટે શરીરને, મનને અને ઇચ્છાશક્તિને સયમમાં રાખીને અમારા સભ્યામાંથી કાઈ એ દેવી નાદને આતુરતાપૂર્વક અને પેાતાની અંદરથી સાંભળે છે ત્યારે, એ દિવ્ય નાદને સાંભળતાંવેત જ એની વૃત્તિએ પરમાત્માના પૂ જ્ઞાન તેમ જ કલ્યાણુ તરફ ઉપર ઊઠે છે.’
‘ માણસની ધારી નસેામાં વહેતા લેાહીના ધબકારાના શબ્દ જ એ દૈવી શબ્દ કે નાદ છે એવી કલ્પના કરાતી હેાય એ શું શકય નથી લાગતું ? પેાતાની અંદરનો બીજો વળી કયા નાદ સાંભળી શકાય તેમ છે ?
"
"
અમે કેાઈ જાતના ભૌતિક નાદની નહિ પરંતુ આત્મિક નાદની વાત કરી રહ્યા છીએ. આપણી ભૌતિક ભૂમિકા પર નાદના રૂપમાં જે શક્તિનું દર્શન થાય છે તે તેા જેને લીધે સૃષ્ટિનો આવિર્ભાવ થયેા છે તે સૂક્ષ્મતર શક્તિનો માત્ર પડઘો રૂ છે. તમારા વૈજ્ઞાનિકાએ જેવી રીતે મેટરને લેકિટસીટીમાં ઘટાડી નાખી છે, તેવી રીતે ભૌતિક ભૂમિકા પર સંભળાતી શક્તિને વધારે ને વધારે ઊંડે ઊતરીને આપણે નાના રૂપમાં પકડી કે અનુભવી શકીએ છીએ. એ નાદ આત્મિક ભૂમિકા પર અસ્તિત્વ ધરાવતા હેાવાથી આપણા સ્થૂળ કાનથી અજ્ઞાત હાય છે. નાદ જે પ્રદેશમાંથી પેદા થાય છે તે પ્રદેશની અસરવાળા હેાય છે અને એથી, અમુક ચેાક્કસ રીતે તમે તમારા ધ્યાનને તમારી અંદૃર એકાગ્ર કરી તા એક દિવસ એવા રહસ્યમય