________________
૩૭૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ગુરુ પહેલેથી જ જાણે છે કે એમની પાસે કેણ આવવાનું છે, અને એ એમને લેહચુંબકની પેઠે પોતાની તરફ આકર્ષે છે. એમના ભાગ્યમાં ગુરુની ભક્તિ ભળે છે અને એના પરિણામમાંથી મુક્તિ મેળવવાનું મુશ્કેલ હોય છે.
જુદાજુદા રૂપરંગવાળા માણસોની નાની મંડળી અમારી આજુબાજુ એકઠી થઈ ગઈ અને ઝડપથી વધવા લાગી. થોડા વખતમાં તો સાહેબજી મહારાજના એકને બદલે પચાસથી સાઠ શ્રોતા બની ગયા. - “ તમારા રાધાસ્વામી સિદ્ધાંતોને બને તેટલું સ્પષ્ટ ખ્યાલ મેળવવાને હું પ્રયાસ કરી રહ્યો છું. મેં તેમને કહેવા માંડયું ?
પરંતુ એમને સમજવાનું કામ ખૂબ જ કપરું છે. તમારા એક શિષ્ય મને તમારા મતના પહેલાંના ગુરુ પરમ પૂજ્ય બ્રહ્મશંકર મિશ્રનાં એ વિષય પરનાં કેટલાંક લખાણ વાંચવા આપ્યાં છે. એને લીધે મારા મગજને વધારે પડતું કામ કરવું પડે છે.”
સાહેબજ હસવા માંડયા.
“રાધાસ્વામી મતના સંદેશનાં સત્યોને સમજવાની ઇચ્છા હેય તે તમારે અમારી ગક્રિયાઓને અભ્યાસ કરવો જોઈએ. એ ક્રિયાઓને રેજને અભ્યાસ અમારા સિદ્ધાંતની બૌદ્ધિક સમજણ કરતાં અમે ઘણો વધારે મહત્ત્વને માનીએ છીએ. અમે જેમને આધાર લઈએ છીએ તે ધ્યાનની સંક્ષિપ્ત પદ્ધતિઓ તમને નથી સમજાવી શકતો તે માટે દિલગીર છું, કારણકે અમારા મનમાં જે જોડાવા ઈચ્છે છે ને સ્વીકારાય છે તેમને જ તે ગુપ્તતાની પ્રતિજ્ઞા સાથે શીખવવામાં આવે છે. પરંતુ એ બધાને પાયે “નાદ–ગ.” અથવા અમે સામાન્ય રીતે કહીએ છીએ તે પ્રમાણે અંદરના શબ્દનું શ્રવણ છે.”
જે લખાણન અભ્યાસ કરું છું તે કહે છે કે નાદની શક્તિને લીધે સૃષ્ટિનું સર્જન થયું.”