________________
દયાળમાંગ
૩૭પ
બંધ રાખેલી, અને એવી રીતે એ વિશાળ તંબૂ માટી માનવમેદનીથી લેાલ ભરાઈ ગયા. સાહેબજી મહારાજ પેાતાની પ્લેટફોર્મ પરની ખુરસી પર ફરી વાર બેસી ગયા. એમના અનુયાયીઓની મંડળીએ એમની બેઠક પાસે પહેાંચીને વહીવટી સમિતિના ક્રૂડ માટે એમને ચરણે ઐચ્છિક ફાળા આપવા માંડયો. એનું મેં નિરીક્ષણ કર્યું સમિતિના બે સભ્ય એ બધા ફાળાને એકઠો કરતા હતા અને એની નાંધ ૨ ખતા.
એ સભાની મુખ્ય ઘટના તેા સાહેબજી મહારાજના લાંબા પ્રવચનની હતી. એમની પ્રવચન કરવાની શૈલી સારી હેાવાથી, એમના હજારો અનુયાયીએ એમની સરસ રીતે ખેાલાયેલી હિંદીને ભારે એકાગ્રતાથી સાંભળવા માંડવ્યા. ઊંડી લાગણીથી ભારે ભાર ભરેલી આકર્ષક શૈલીમાં એ એમના અંતરમાંથી ખેાલતા દેખાયા. એમના જ્વલંત જુસ્સાથી અને ઉત્કટ ઉત્સાહથી એ એવા તા સજીવ લાગ્યા કે એમના શ્રોતાએ પરની પ્રેરક અસર લગભગ સ્પષ્ટપણે દેખાઈ આવી.
×
×
×
પ્રત્યેક દિવસે એવા એકસરખા કાર્યક્રમ ચાલુ રહ્યો. સાંજની સભા લગભગ બે કલાક ચાલતી હેાવાથી સૌથી વધારે વખત લઈ લેતી. સાહેબજી મહારાજની માનસિક શક્તિના સંબંધમાં એના પરથી ઘણુંઘણું કહી શકાતું, કારણ કે એ કાર્યક્રમ એ પ્રકારની મુશ્કેલી વિના તેમ જ એમના રાજના અદ્ભુત સામર્થ્યથી ચાલુ રાખતા. એમના સાંજના પ્રવચનને વિષય શા હશે તેની ખબર અગાઉથી કાઈને પણ ન પડતી. એ મુદ્દા વિશે મેં એમને પ્રશ્ન પૂછ્યો એટલે એમણે ઉત્તર આપ્યા :
ખુરસી પર બેસું છું ત્યારે મને વિષયની જરા પણુ ખબર નથી હાતી. પ્રવચનના પ્રારંભ કર્યાં પછી પણુ, મારું આગળનું વાકય શું હશે અથવા પ્રવચનની પૂર્ણાહુતિ કેવી રીતે થશે તે હું નથી જાણતા. હું એ પરમપિતા પર પરિપૂર્ણપણે શ્રદ્ધા રાખું છું.
*