________________
૭૭૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ફેંટાવાળા માણસે હતા. દક્ષિણના લાંબી ચોટલીવાળા તામિલે હતા, પૂર્વના ટૂંકા કદના ચપળ બંગાળીઓ હતા. અને મધ્યપ્રાંતના દાઢીવાળા માન હતા. એમની સ્વમાનની ભાવનાથી અને એમની આધ્યાત્મિક આકાંક્ષા સાથે એટલું જ વર્ચસ્વ ધરાવતી ચતુરાઈભરી વ્યવહારકુશળતાથી હું પ્રભાવિત થયો. એમની ઈચ્છાઓ આકાશમાં ઊંચે ઊડતી તે એમના પગ નક્કર પૃથ્વી પર દઢતાપૂર્વક ચાલતા રહેતા. અહીં જોવા મળતા શહેરીઓ એવા હતા જેમને માટે કઈ પણુ નગર ગૌરવ લઈ શકે એવું લાગ્યા વિના ન રહ્યું. મને એમના તરફ કુદરતી લાગણી થયા કરતી અને એમને માટે અત્યંત આદરભાવ થતો, કારણ કે એ પેલા વિરલ ગુણથી સંપન્ન હતા-ચારિત્ર્ય!
બપોર પછી થોડી નાની સભા ભરવામાં આવી. એ ટૂંકી અવિધિસરની સભા મુલાકાતી સભ્યોના લાભ માટે ભરવામાં આવી હતી. એ દરમિયાન વ્યક્તિગત સમસ્યા પર ચર્ચા કરવામાં આવી, પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા, અને સૌની સાથે સંબંધ ધરાવનારી સામાન્ય વાતોની છણાવટ કરવામાં આવી. પિતાની આગળ ઉપસ્થિત થતી પ્રત્યેક વસ્તુને નિકાલ કરવામાં સાહેબજી મહારાજ જે માર્ગ અખત્યાર કરતા તે માર્ગ અથવા ઢબમાં અસાધારણ શક્તિમત્તા દેખાઈ આવતી. એમની બોલવાની પદ્ધતિ વિનોદથી ભરેલી, વાતચીત કરતા હોય એવી હતી. કોઈના તરફથી નાજુકમાં નાજુક પ્રશ્ન પૂછવામાં આવે તે પણ એને ઉત્તર આપવામાં એ પાછા ન પડતા, અને વિવિધ પ્રકારની આધ્યાત્મિક તેમ જ ભૌતિક સમસ્યાઓ સંબંધમાં ઝડપી અને શ્રદ્ધાપૂર્વકના અભિપ્રાય આપી દેતા. એમના આખાય વ્યવહારમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ અને શાંત નમ્રતાના અસાધારણ અને સફળ સુમેળની છાપ દેખાઈ આવતી. એમનામાં ચિત્તાકર્ષક વિનોદવૃતિ હતી એવું એ બતાવી આપતા. એ વિનોદવૃત્તિ એમના આનંદપૂર્ણ ઉલેખમાં અવારનવાર ટપકી પડતી.
સાંજે બીજી સમૂહસભાનું આયોજન થયું. કેલોનીના પ્રત્યેક કારખાનાએ, સ્ટાર અને ખેતરે એ દિવસને માટે પોતાની પ્રવૃત્તિઓ