________________
ભારતને આધ્યાત્મિક રહસ્યની ખેજમાં
ઉત્કર્ષ પર અમે સૌથી વધારે ભાર મૂકીએ છીએ, અને અમારા મત અથવા સંપ્રદાયને પ્રત્યેક સભ્ય ગમે ત્યાં રહીને પણ એની વ્યક્તિગત રુચિ પ્રમાણે નિયમિત રીતે યોગસાધના કરવાનો પ્રયત્ન કરે છે.”
હું તમારી એકાદ સમૂહસભામાં જોડાઈ શકું ?”
આનંદપૂર્વક જોડાઈ શકે, અમે પ્રત્યેક સમારંભમાં તમને આવકાર આપીશું.”
પહેલી સમૂહસભા સાથે સવારના છ વાગ્યાથી દયાળબાગની પ્રવૃત્તિઓનો પ્રારંભ થયે. પઢિયું રાત્રિના અંધકારને ઝડપથી દૂર કરવા લાગ્યું. મરણપોક જેવા કાગડાના કર્કશ પિકારોની સાથે ચકલીઓના ચીંચી એવા મીઠા સ્વરનું સંમિશ્રણ થયું. અને બધાં પક્ષીઓએ સૂર્યને એમની આવકારની અંજલિ આપવાને આરંભ કર્યો. હું મારા માર્ગદર્શકની સાથે ચાલતે લાકડાના થાંભલાઓના ટેકાવાળા, કંતાનના વિશાળ મંડપ પાસે આવી પહોંચે.
પ્રવેશદ્વાર આગળ લેકની મેટી મેદની એકઠી થયેલી હતી. ત્યાં પ્રત્યેક વ્યકિત પિતાના ચંપલ કે બૂટ ઉતારતી અને ત્યાં ઊભેલા સેવકેને સુપરત કરતી. એ સ્થળના રીતરિવાજનું પાલન કરીને મેં એ વિશાળ ખુલ્લા હેલ જેવા મંડપમાં પ્રવેશ કર્યો.
એની એક તરફ વચ્ચેના ભાગમાં ઊંચી બેઠક બનાવેલી હતી અને ત્યાં શ્રી સાહેબજી મહારાજ એક ખુરસી પર બેઠેલા હતા. એમના હજારે અનુયાયીઓ એમની આજુબાજુ વીંટળાઈને બેઠા હતા, જેથી એમ લાગતું કે આખીય જમીન માનવશરીરની શેતરંજીથી ઢંકાઈ ગઈ છે. બધાની દષ્ટિ ગુરુ તરફ મંડાયેલી હતી. બધી વાણું શાંત પૂજ્યભાવમાં લીન હતી.
પ્લેટફોર્મની નીચેની જગ્યા તરફ રસ્તો કરીને હું એ સાંકડી જગ્યામાં જેમતેમ કરીને બેસી ગયે. એ જ વખતે બે માણસો હોલની પાછળના ભાગમાં ઊભા થયા અને એમના સ્વર ધીમા ગીતના રૂપમાં વહેવા માંડ્યા. એના શબ્દો હિંદુ હતા અને એને