________________
દયાળબાગે
૩૭૧
અમેરિકા અને જાપાન પાસેથી પાઠ શીખવો જોઈએ. હાથે કાંતનાર અને હાથે વણનારા માણસ આધુનિક બૌદ્ધિક પદ્ધતિઓના હુમલા સામે જરા પણ ટકી શકે?”
સાહેબજી મહારાજે પોતાના વિચારે વિગતવાર સમજાવવા માંડ્યા ત્યારે મારી નજર સમક્ષ ઘઉંવર્ણ હિંદુ શરીરમાં ગોઠવેલા એક જાગ્રત અમેરિકન મનનું ચિત્ર ઊપસી આવ્યું. એ એમની રીતભાતમાં એવા જ હોશિયાર અને કર્તવ્યપરાયણ હતા, અને એમના વિચારોની અભિવ્યક્તિમાં પણ એટલા જ ચોક્કસ. એ ઉપખંડમાં જવલ્લે જ જોવા મળતાં સામાન્ય બુદ્ધિ, સ્થિરતા ને ડહાપણનાં લક્ષણોને એમનામાં જોવાથી મારે બુદ્ધિવાદી સ્વભાવ એમના પ્રત્યે આકર્ષાય.
એમના ચારિત્ર્યમાંથી વ્યક્ત થતા વિચિત્ર વિરોધાભાસને હું નવેસરથી સમજી શક્યો. યોગની રહસ્યમય પદ્ધતિને અભ્યાસ કરતા એકાદ લાખથી વધારે લેકેના ગુરુ : અને દયાળબાગમાં મારી આસપાસ વીંટળાઈ વળેલી ભાતભાતની ભૌતિક પ્રવૃત્તિઓના પ્રધાન વ્યવસ્થાપક : એ સૌને સમગ્ર રીતે વિચાર કરતાં મને લાગ્યું કે એ એક અત્યંત તેજસ્વી અને ચૈતન્યમય માનવ છે. ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં કોઈ પણ ઠેકાણે એમના જેવા માનવને મળવાની આશા મને નથી રહી.
એમના અવાજથી મારા વિચારોમાં ભંગ પડ્યો.
તમે અહીં દયાળબાગમાં અમારા જીવનનાં બે પાસાં જોઈ લીધાં; પરંતુ અમારી પ્રવૃત્તિઓ ત્રિવિધ છે. માણસની પિતાની સાથે પણ ત્રણ વસ્તુઓ સંકળાયેલી છે : આત્મા, મન અને શરીર. એટલા માટે શારીરિક કામ માટે અમારે ત્યાં કારખાનાં તથા ખેતરો છે. માનસિક વિકાસ માટે કોલેજો છે, અને છેલ્લે આત્મિક પ્રવૃત્તિને માટે સમસભાઓ છે. એવી રીતે અમે પ્રત્યેક વ્યક્તિના સંવાદમય અને સર્વાગી ઉત્કર્ષનું ધ્યાન રાખીએ છીએ. પરંતુ આત્મિક