________________
દયાળબોગ
એ મુદ્દા પર ભારતને પણ કશુંક ઉપયેગી એવું અર્પણ કરવાનું હોઈ શકે.” એમણે આગળ ચલાવ્યું: “છેલ્લાં થોડાં વરસે દરમિયાન અમારા ઉત્કર્ષની ગતિને ઝડપી બનાવવા માટે છેલ્લે છેલ્લે અમે અમલમાં મૂકેલી યોજના સંબંધમાં હું તમને કહી બતાવું. મારી દૃષ્ટિએ એ યોજનામાં અત્યંત અગત્યતા ધરાવતા આર્થિક અને સામાજિક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. અમે એક વારસાગત ફંડની સ્થાપના કરી છે, જે એક હજાર રૂપિયા અને એથી વધારે રકમ ભરી શકનારા અમારા સભ્યોની સહાયને સ્વીકાર કરે છે. અમારી વહીવટી સમિતિદ્વારા એવા પ્રત્યેક લવાજમ ભરનારને પાંચ ટકાથી ઓછું નહિ એટલું વર્ષાસન આપવામાં આવે છે. એના મરણ પછી એ જ વર્ષાસન એની પત્નીને, એના બાળકને, અથવા એણે અગાઉથી જેને નિર્દેશ કર્યો હોય એવી કઈક બીજી વ્યક્તિને આપવામાં આવશે. એ બીજા પુરુષ કે સ્ત્રીને વર્ષાસન માટેના પોતાના અનુગામીની પસંદગી કરવાને એ જ અધિકાર છે. પરંતુ એ પરંપરા પ્રમાણેની ત્રીજી પેઢીથી ભરપાઈ કરવાની બધી રકમ અટકી જાય છે. મૂળ લવાજમ ભરનારને કોઈ જાતના કઠિન સંજોગો ઊભા થાય કે તાત્કાલિક જરૂર જણાય તો એની બધી જ રકમ અથવા એને અમુક હિસ્સો એને પાછો મળી શકે છે. વારસાગત ફંડની યોજના દ્વારા આવી રીતે અમારી સમિતિની તિજોરીમાં લાંબે વખતે લાખો રૂપિયાને પ્રવાહ ચાલશે, અને એ છતાં અમારા સભ્યના પાકીટ પર કોઈ પણ જાતને ભારે બેજે નહિ પડે. એ બધા જે રકમ અર્પણ કરશે તેના બદલામાં એમને ઉદાર આવકની ખાતરી મળશે.”
[ યુરોપિયન અર્થશાસ્ત્ર એને મળતી એવી જ બીજી ઈટલીના પ્રોફેસર રિજ્ઞાનોની યોજનાથી લાંબા વખતથી પરિચિત છે. એ પ્રોફેસર વારસાના કાયદામાં એવી રીતે ફેરફાર કરવાની ઈચ્છા રાખતા હતા કે જેથી ઓછામાં ઓછો વિરોધ થાય અને એ છામાં ઓછો ભોગ આપવો પડે.]