________________
૩૬૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
હે એ આધ્યાત્મિક આદર્શને વિસારે પાડે તે એટલા પ્રમાણમાં તમારું પતન થવા માંડે. તમને દેખાતી આટલી બધી ભૌતિક પ્રવૃત્તિઓ હોવા છતાં અમારા મતની જેને માટે સ્થાપના કરવામાં આવી છે તે મુખ્ય આદર્શનું વિસ્મરણ અમે નથી થવા દેતા.”
મને સમજાયું.'
અમે તમારી પશ્ચિમી સમજણ પ્રમાણેના સમાજવાદી નથી; પરંતુ એ એક હકીકત છે કે અમારે ત્યાં ઉદ્યોગો, ખેતરો, ને કોલેજો સમાજની માલિકી નીચે છે. વધુમાં એ માલિકીપણું જમીન તથા મકાન સુધી વ્યાપેલું છે. તમે અહીં ઘર બાંધે તે ભલે; પરંતુ તેમાં રહે ત્યાં સુધી જ તે તમારું ગણશે. એટલી મર્યાદા સિવાય પ્રત્યેક વ્યક્તિને ગમે તેટલી લક્ષ્મી કે સંપત્તિ ધરાવવાની તથા એકઠી કરવાની અને ગમે ત્યાં ધરાવવાની તથા એકઠી કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા છે. એને લીધે અમે અલબત્ત, સમાજવાદના જુલમોથી બચી જઈએ છીએ. અમારી બધી જ સ્થાનિક સંપત્તિ અને સભ્યોએ સ્વેચ્છાથી કરેલી ધનની સહાયને અમે ધાર્મિક ભાવનાથી ચલાવવાના ટ્રસ્ટ બરાબર માનીએ છીએ. અમારા આધ્યાત્મિક આદર્શની આગળ બીજી બધી વસ્તુ ગૌણ ગણાય છે. આ વહીવટ પિસ્તાળીસ સભ્યોની સમિતિ સંભાળે છે. એ સમિતિ ભારતના જુદા જુદા પ્રાંતનું પ્રતિનિધિત્વ કરે છે અને હિસાબો તપાસવા તેમ જ બજેટ પર વિચાર કરવા વરસમાં બે વાર એકઠી થાય છે. સામાન્ય કામ અને મુખ્ય અધિકાર અગિયાર સભ્યોની બનેલી કાર્યવાહક સમિતિના હાથમાં હોય છે.'
પહેલાં તમે કહ્યું કે દયાળબાગને અનેક સમસ્યાઓના ઉકેલરૂપ તમે રજૂ કરશો. આજની જે મુખ્ય સમસ્યા છે તે આર્થિક સમસ્યાના ઉકેલ તરીકે તેને કેવી રીતે રજૂ કરશે તે મને નથી સમજાતું.”
સાહેબજી મહારાજે શ્રદ્ધાપૂર્વક સ્મિત કર્યું.