________________
દયાળખાગ
૩૬૭
“તમે તે કેવી રીતે કરવા માગે છે ?”
સમાજના ભોગે નહિ પરંતુ સૌની સામાન્ય સુખાકારી દ્વારા. વ્યક્તિગત સુખાકારીને આદર્શને નજર સામે રાખીને અમે સહકારી સિદ્ધાંતને અનુસરીને કામ કરી રહ્યા છીએ, અને પ્રત્યેક વ્યક્તિ માને છે કે વ્યક્તિગત સફળતા કરતાં દયાળબાગની સફળતા વધારે મોટી છે. પોતાને બીજે ઠેકાણે મળી શકતા પગાર કરતાં ઘણે ઓછો પગાર લઈને કામ કરનારા નિષ્ણાતે પણ અહીં નથી એમ નહિ. અલબત્ત, હું શિક્ષિત અને તાલીમ પામેલા માણસોની જ વાત કરી રહ્યો છું; અશિક્ષિત મજુરોની વાત નથી કરતે; જે પિતાનું કામ મરજિયાત રીતે અને રાજીખુશીથી કર્યા કરે છે. અમે એક આધ્યાત્મિક હેતુથી પ્રેરિત થયા છીએ અને અમારા બીજા બધા પ્રયત્નની પાછળ એ જ પીઠબળ કામ કરી રહ્યું છે. એને લીધે જ આ સિદ્ધાંતનિષ્ઠા અહીં સારી રીતે કામ કરી રહી છે. કેટલાક માણસો એમને માટે શક્ય હોય તે, પોતાની મફત સેવા પણ આપતા હોય છે. એના પરથી તમને સમજાશે કે અમારા માણસોને જુસ્સા અને ઉત્સાહ કેટલે બધે ઉત્તમ છે. પરન્તુ દયાળબાગ જ્યારે પૂરેપૂરો વિકસશે અને એકદમ આત્મનિર્ભર બની જશે ત્યારે મને આશા છે કે એવા સમર્પણની આવશ્યકતા નહિ રહે. ગમે તેમ, પણ આત્મિક વિકાસ એ જ અમારા મતનું મૂળભૂત ધ્યેય છે, અને એને લીધે જ આ માણસે અહીં એકઠા થયા છે. એટલે આત્મિક વિકાસના માર્ગમાં ઝડપથી આગળ વધવાનું અમારું લક્ષ્ય તો છે જ. તમે મહિને હજાર રૂપિયા કમાઈ શકે તેમ હો તોપણ, અમે મેટા પગાર આપી શકીએ તેમ નથી. એટલા માટે, અહીં આવીને અમારી કોલોનીમાં જોડાઓ તો તમારે એ રકમને એક તૃતીયાંશ જ લે પડે. પછી ધીરેધીરે તમે ઘર બનાવો, પત્નો મેળવે, અને સંતાનની પ્રાપ્તિ કરે. પરંતુ એ દરમિયાન જે તમે તમારી કારકિર્દીની ભૌતિક બાજુને જ વિચાર કરવાનું શરૂ કરો અને જેને માટે અમારી સાથે સાચેસાચ જોડાયા