________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સમાજના મોટા માણસો, વિદ્વાને કે પંડિત, સરકારી અમલદારે અને બીજા પ્રતિષ્ઠિત પુરુષે જોડાયા હતા.
જે કે મેં હજુ યુવાવસ્થામાં પ્રવેશ કર્યો હતો તે પણ મંડળની દરેક સભામાં એ વૃદ્ધ પુરૂષ મને લઈ જતા. પ્રત્યેક પ્રસંગે હું શાંતિથી સાંભળતો : મારા કાન મારી આસપાસ કરાતી વાતચીતના પ્રત્યેક શબ્દનું પાન કરતા. અને મારી આંખ મારી આગળ કરવામાં આવતા વિચિત્ર પ્રયોગોને મંત્રમુગ્ધ બનીને જોયા કરતી. અલૌકિક વિષયના પ્રયોગો પાછળ વધારે વખત ગાળી શકું તે માટે ખેતીને વિશેષ અભ્યાસ માટે દેખીતી રીતે જ છેડી દેવો પડો. તોપણ એ અભ્યાસને માટે મને કુદરતી રીતે જ રસ હોવાથી, મારી ડિપ્લેમાં પરીક્ષાઓ મેં કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના પસાર કરી.
“પેલા વૃદ્ધ યહૂદી પુરુષે પૂરાં પાડેલાં જરૂરી જૂનાં પુસ્તકને મેં અભ્યાસ કર્યો અને એમણે બતાવેલા જાદુના પ્રયોગો તથા બીજી પદ્ધતિનો અભ્યાસ પણ કરી જોયો. મારી પ્રગતિ એવી તો ઝડપી હતી કે જે વસ્તુઓ વિશે એ અજ્ઞાત હતા તે વસ્તુઓની શેાધ પણ મેં કરવા માંડી. લાંબે વખતે હું એ વિદ્યાઓમાં નિષ્ણાત મનાવા લાગ્યો. કેરો સોસાયટીમાં મારાં ભાષણ તથા પ્રયોગો શરૂ થયા, અને આખરે એના સભ્યએ મને એનો પ્રમુખ બનાવ્યો. બાર વરસ સુધી હું એમનો નેતા રહ્યો. પછી મેં રાજીનામું આપ્યું. કારણ કે મારી ઈચછા ઇજિપ્તની બહાર નીકળવાની, બીજા દેશોનો પ્રવાસ કરવાની અને એના અનુસંધાનમાં ધની તથા યશસ્વી થવાની હતી.”
મહમદ બેએ બોલવાનું બંધ કર્યું. એમની બરાબર ગોઠવેલી આંગળીઓએ મારા જેવામાં આવ્યું તે પ્રમાણે, એમની સિગારેટની રાખને ખંખેરવા માંડી.
“ઘણું જ કપરું કામ!”