________________
ઈજિપ્તના જાદુગર
પ૩
એમણે સ્મિત કર્યું. “છતાં પણ હું તેને સહેલું બનાવી શકીશ. મારી જાદુઈ શક્તિઓનો લાભ ઉઠાવવાની ઇચ્છાવાળા
ડાક ઉત્તમ પ્રકારના ધનવાન ગ્રાહકોની મારે જરૂર છે. કેટલાક પૈસાદાર પારસી તથા ધનવાન હિંદુઓ મને ઓળખે છે પણ ખરા. એમના પ્રશ્નો અથવા એમની આફતો વિશે ચર્ચા કરવા, એમનાથી દૂર થનારી કેટલીક વસ્તુઓને શોધી કાઢવા ગૂઢ વિદ્યાની મદદથી જ પ્રાપ્ત થતી કેટલીક માહિતી મેળવવા માટે તે માટે સંપર્ક સાધે છે. હું એમની પાસેથી સ્વાભાવિક રીતે જ ઘણું મોટી ફી લેતો હોઉં છું. મારી ઓછામાં ઓછી ફી સો રૂપિયા છે. સાચું કહું તો પહેલાં તો મારે ખૂબ ધન એકઠું કરવું છે, પછી બધું છેડી દઈને ઇજિપ્તની અંદરના કોઈ એકાંત શાંત પ્રદેશમાં રહીને નિવૃત્તિ ભોગવવી છે. નારંગીની મોટી વાડી ખરીદીને ખેતીવાડીના વિષયમાં મારે ફરી પાછો રસ લેવો છે.”
તમે ઈજિપ્તથી સીધા જ અહીં આવો છો ?”
“ના. કેરો છોડ્યા પછી મેં ડેક વખત સીરિયા અને પેલેસ્ટાઈનમાં ગાળ્યો. સીરિયાના પોલીસ અમલદારે મારી શક્તિ વિશે જાણતા હોવાથી મારી પાસે મદદ મેળવવા માટે અવારનવાર આવતા રહેતા. કોઈ ગુનાનો ઉકેલ કરવામાં જ્યારે તે નિષ્ફળ જતા ત્યારે અંતિમ ઉપાય તરીકે મારી મદદનો આધાર લેતા. ગુનેગારોને શોધી આપવામાં હું લગભગ હંમેશાં સફળ થતો.”
એવું તમે કેવી રીતે કરી શકતા ?”
મારી સેવામાં રહેનારા પ્રેતાત્માઓ મારી આગળ ગુનાઓનાં રહસ્ય ખોલી દેતા. મારી આંખની આગળ એ બનેલા બનાનાં ચિત્ર રજૂ કરતા.”
મહમદ બે એકાદ ક્ષણને માટે કોઈ સ્મૃતિજન્ય વિચારમાં ડૂબી ગયા. હું એમના બીજા શબ્દોની ધીરજપૂર્વક રાહ જોવા લાગ્યો.
ભા. આ. ૨. ખે. ૪