________________
ઇજિપ્તના જાદુગર
પ૧
કાયમને માટેના ગહન અને ગંભીર વદનવાળા એ એક યહૂદી હતા. એમનાં જૂનાં પુરાણું વસ્ત્રો પરથી લાગતું કે એ જૂના જમાનામાં જીવી રહ્યા છે. એ એટલા બધા એકાંતિક સ્વભાવના હતા કે ઘરમાં રહેનારા બીજાને એ દૂર જ રાખતા. પરંતુ મારી પર એમની અસર જુદી જ થઈ અને એમના અલગ રહેવાના સ્વભાવે મારા રસને વધારે જાગ્રત કર્યો. હું યુવાન, સ્વમાની અને જરા પણ શરમ વિનાને હેવાથી એમને સમાગમને માટે ઉપરાઉપરી પ્રયત્ન કરવા માંડ્યો. પહેલાં તે એમણે મને સહકાર ન આપ્યો, પરંતુ એથી તે મારી આતુરતાના અગ્નિમાં ઘી હોમાવા જેવું થયું. છેવટે એમને વાતચીતમાં રસ લેતા કરવાના મારા સતત પ્રયત્નોને સફળતા મળી. એમણે પોતાનાં બંધ બારણું મારે માટે ઉઘાડી નાખ્યાં અને એમના જીવનમાં પ્રવેશ કરવાની તક પૂરી પાડી. એમ થવાથી હું જાણી શક્યો કે પિતાના વધારે ભાગને વખત એ ગૂઢ જાતના અધ્યયન અને વિચિત્ર પ્રયાગમાં વ્યતીત કરતા. ટૂંકમાં, એમણે કબૂલ કર્યું કે એ વસ્તુઓની અલૌકિક દિશામાં સંશોધન કરતા.
કલ્પના કરો. અત્યાર સુધીનું મારું જીવન યુવાનોને યોગ્ય અભ્યાસ તથા રવાથ્યપ્રદ રમતગમતમાં જ પસાર થયેલું. પરંતુ હવે એક બીજી જ જાતના અસ્તિત્વને મને આકસ્મિક રીતે પ્રત્યક્ષ પરિચય થયો. એથી પ્રભાવિત થયા વિના મારાથી ના રહી શકાયું. બીજા છોકરાઓ અલૌકિક જગતના વિચારથી ભયભીત બની જાત એમાં શંકા નહિ, પરંતુ મને એને જરા પણ ભય ના લાગે. ઊલટું એણે મારામાં ન ઉત્સાહ પેદા કર્યો, કારણ કે એની મદદથી કેટલાંય નવાં સાહસની શક્યતા મને દેખાઈ આવી. એ વૃદ્ધ યહૂદીને મેં એ વિષયનું શિક્ષણ આપવાની પ્રાર્થના કરી, અને મારી પ્રાર્થનાને એમણે સ્વીકાર કર્યો. પરિણામે મારા જીવનમાં રસનું તથા મિત્રોનું નવું વર્તુળ ઊભું થયું. યહૂદી મને એમની સાથે વ્યવહારુ સંશોધન કરનારા જાદુ, આધ્યાત્મિકતા, થિઓ ફી અને ગૂઢ વિદ્યાના મંડળમાં લઈ ગયા. એ મંડળમાં એ અવારનવાર ભાષણ કરતા. એ મંડળમાં