________________
પ.
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
આરંભમાં કેટલીક ફૂકે મારતાં અમે ખુરસી પર આરામથી બેઠા. ધુમાડો સુંદર અને સુગંધીદાર હતો. એ સિગારેટે ખરેખર ઉત્તમ હતી.
તમારા અંગ્રેજ મિત્રો જેને સિદ્ધાંતોને નામે ઓળખશે તે મારા સિદ્ધાંતનું હવે વર્ણન કર્યું, જે કે મારે માટે તો તે નરી વાસ્તવિકતા છે, મહમદ બેએ સુંદર, સહજ સ્મિત કર્યું, અને પ્રકારાંતરે ઉમેર્યું: “તમને એ જાણીને કદાચ નવાઈ લાગશે કે મેં વૈજ્ઞાનિક ખેતીવાડીના ક્ષેત્રમાં પ્રવીણતા મેળવી છે અને એ વિષયને ડિપ્લેમાં પણ પ્રાપ્ત કર્યો છે.”
હું ઉતાવળમાં નેધ કરવા માંડ્યો.
એમણે આગળ ચલાવ્યું: “એ બધું મારા જાદુના રસની સાથે સંબંધ ધરાવતું નથી લાગતું.”
મેં એમના તરફ જોયું તો એમના હોઠ પર સ્મિત રમી રહ્યું હતું. એમણે ફરી વાર મારી તરફ ધારીને જોવા માંડયું. મને થયું કે આ માણસ રસપ્રદ કથાથી ભરેલું છે.
“પરંતુ તમે તો પત્રકાર છે. તમને એ હકીકત જાણવામાં કદાચ રસ પડશે કે હું કેવી રીતે જાદુગર બન્યો.” એમણે જણાવ્યું.
મેં ત્વરિત સંમતિ બતાવી.
સાંભળે ત્યારે. મારો જન્મ ઇજિપ્તના અંદરના પ્રાંતમાં, પરંતુ ઉછેર કેરોમાં થયેલું. વિદ્યાર્થીઓને જે સામાન્ય રસ હોય છે તેવા જ રસવાળે હું એક સામાન્ય છોકરો હતો. ખેતીના ધંધા માટે ઘણી ઉત્સુકતા હોવાથી એને માટે મેં ગવર્નમેન્ટ એગ્રીકલ્ચરલ કોલેજમાં અભ્યાસ કર્યો. મારા અભ્યાસ દરમિયાન ભારે પરિશ્રમ કરીને હું ઉત્સાહપૂર્વક આગળ વધ્યો. આ
જે મકાનમાં હું નિવાસ કરતે તે મકાનના એક ખંડમાં એક વૃદ્ધ પુરુષ રહેવા આવ્યા. ગીચ ભ્રમર, રતૂમડી દાઢી અને