________________
ઇજિપ્તના જાદુગર
, “અવશ્ય જે મારે યુરોપમાં આવવાનું થાય અને એ ખરેખર બનવાજોગ છે–તો તમે મારી થોડીક સહાય લઈ શકશે. એ વખતે તમારી ઈચ્છા હશે તે તમે પણ મારા જેવા જ પ્રયોગ કરી શકે તેને માટે તમારી પદ્ધતિ પ્રમાણેની તાલીમ આપવાનું તમને વચન આપું છું.”
એ તાલીમ કેટલો વખત ચાલે છે ?”
એને આધાર તાલીમ લેનાર પર રહે છે. જે ખૂબ પરિશ્રમ કરે તથા તમારે સમગ્ર સમય એની પાછળ વ્યતીત કરે, તો એ પદ્ધતિ સમજવા માટે ત્રણ મહિના પૂરતા થઈ પડે, પરંતુ એ પછી વરસેના અનુભવની આવશ્યકતા તે રહે જ.”
“તમારા પ્રયોગની ભૂમિકાને અથવા તો એ પ્રયોગો પાછળના સિદ્ધાંતને તમે ના સમજાવી શકે ? તમારાં રહસ્યોને ભલે ગુપ્ત રાખો. મેં આગ્રહ કર્યો.
મહમદ બે થડક વખત તો ઊંડા વિચારમાં ડૂબી ગયા, અને પછી શાંત સ્વરે બોલ્યા : “હા, તમારે માટે હું એટલું રાજીખુશીથી કરી શકીશ.”
મને મારી / હેન્ડ બુક યાદ આવી, તેને મેં ખિસ્સામાંથી બહાર કાઢી, અને નોંધ કરવાની તૈયારીમાં પેન્સિલને પકડી રાખી.
“ના. આજે સવારે નહિ.” એમણે સ્મિત સાથે વિરોધ કર્યો. મારે કામ છે. અત્યારે મને માફ કરે. કાલે સવારે અગિયાર વાગ્યે અહીં આવી જજે. આપણે વાર્તાલાપ ચાલુ રાખીશું.'
નક્કી કરેલા ચોક્કસ સમય પ્રમાણે હું મહમદ બેના ઓરડામાં આવીને ફરી વાર બેસી ગયે. ટેબલ પર પડેલી ઈજિપ્તની સિગારેટની પેટીને એમણે મારી તરફ ધકેલી. મેં એક સિગારેટ બહાર કાઢી અને એમણે પ્રકાશ પહોંચાડતાં કહેવા માંડયું :
“આ સિગારેટ મારા દેશની છે અને સારી છે.”