________________
૪૮
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
સત્ય હકીકતનો ઇનકાર ના કરી શકાય. મારી માન્યતા મુજબ એમણે મારા મનને વાંચી લીધું કઈ અવર્ણનીય જાદુઈ શક્તિથી મારા હાથમાં મજબૂત રીતે પકડેલા કાગળના ટુકડા પર, ગમે તે રીતે પણ કંઈક અદષ્ટ હાથની મદદથી કેટલાક શબ્દ લખી કાઢયા; અને આખરે એ શબ્દોએ મારા પ્રશ્નના સાચા ઉત્તર પૂરા પાડ્યા.
એને માટે એમણે કઈ વિચિત્ર પ્રક્રિયાની આધાર લીધે?
એ વિષય પર વધારે ને વધારે વિચાર કરવાથી સૂક્ષ્મ શક્તિઓના અસ્તિત્વની વાત મને સાચી લાગી, સામાન્ય વ્યક્તિ એ વાતને નહિ માની શકે. સ્વાભાવિક અને સપાટી પરના અસ્તિત્વ કરતાં એ અસ્તિત્વ નિરાળું અથવા અલગ છે. મારું હૃદય મંત્રમુગ્ધ બનીને જાણે કે ઠંડું પડી ગયું.
અડધા આત્મપ્રશંસાના ભાવમાં એમણે પૂછયું : “ઈંગ્લેન્ડમાં આવા પ્રયોગ કરી શકે એવા પુરુષો છે કે ? ”
મારે કબૂલ કરવું પડયું કે આને મળતી પરિસ્થિતિમાં આવા પ્રયોગ કરી શકે એવા કેઈને પરિચય મને નથી થયું. જોકે કેટલાક ધંધાદારી જાદુગરે એમનાં પિતાનાં સાધનો વાપરવાની છૂટ આપીએ તે, એવા પ્રયોગ કરી શકે ખરા.
મારા મનમાં ભય તો હતો જ કે એમના રહસ્યને પ્રકટ કરવાની માગણી કરીને હું ચંદ્રની માગણી જ કરી રહ્યો છું. છતાં પણ મેં ધીમેથી પૂછયું : “તમારી પ્રયોગ કરવાની પદ્ધતિ તમે સમજાવી શકશે ખરા ?”
એમણે માથું હલાવ્યું.
મારાં રહસ્યો પ્રકટ કરવાના બદલામાં ધનની મોટી રકમ આપવાનું મને કહેવામાં આવ્યું છે, પરંતુ એવી ઈચ્છા મને નથી થતી.”
તમે જાણે છે કે વસ્તુઓની બીજી બાજુનું જ્ઞાન પણ મને થોડું ઘણું છે !” મેં સાહસ કર્યું.