________________
દયાળખાગ
૩૬૫
અમે લાખ રૂપિયા મેળવી અને ખરચી શક્યા છીએ તેનું કારણ પરમપિતા પરમાત્માની કૃપા જ છે. કોલોનીનું ભવિષ્ય નિશ્ચિત છે, કારણકે અમારે સંપ્રદાય વધતો જશે તેમ તેમ એની આવક પણ વધતી જશે. એટલા માટે અમને કદી પૈસાની તંગી નહિ પડે.”
તમારી સભ્યસંખ્યા કેટલી છે ?'
અમારી સભ્યસંખ્યા એક લાખ દસ હજારથી વધારે છે, પરંતુ એમાંથી થોડાક હજાર સભ્યો જ અહીં સ્થાયીરૂપે વસવાટ કરે છે. રાધાસ્વામી મત આમ તો આશરે સિત્તેરેક વરસ જેટલે. જૂને છે છતાં છેલ્લાં વીસ વરસ દરમિયાન એમાં ઘણે મેટો વધારો થયો છે. અને એટલું ખાસ યાદ રાખવા જેવું છે કે અમારી સંસ્થા કાંઈક ગુપ્ત જેવી હેવાથી, એ પ્રગતિ કઈ પણ પ્રકારના જાહેર પ્રચાર સિવાય જ થયેલી છે. જે લેકેની આંખ આગળ આવીને અમારા ઉપદેશને ખુલી રીતે પ્રચાર કરવાની અને કાળજી રાખી હોત તે અમારી સભ્યસંખ્યાને અમે દસગણી વધારી શક્યા હેત. અમારા સભ્યો આખા હિંદુસ્તાનમાં ફેલાયેલા છે છતાં દયાળબાગને પિતાના મુખ્ય કેન્દ્ર તરીકે માને છે અને જેટલી વાર લઈ શકે તેટલી વાર અમારી મુલાકાત લેતા રહે છે. એમણે એમનાં સ્થાનિક મંડળો સ્થાપેલાં છે. એ મંડળના સભ્યો અમે દયાળબાગમાં જે વખતે ખાસ બેઠક કરીએ છીએ એ જ વખતે દર રવિવારે ભેગા મળે છે.”
સાહેબજી એમનાં ચશ્માં લૂછવા માટે થોડુંક અટક્યા.
જરા વિચાર કરે. અમે આ કેલેની બાંધવાની શરૂઆત કરી ત્યારે એને માટે ભેટ અપાયેલી પાંચ હજાર રૂપિયાની રકમથી વધારે રકમ અમારી પાસે નહોતી. અમારી પાસે જમીનને પહેલો ટુકડે ચાર એકરથી મેટો નહોતો. પરંતુ હવે દયાળબાગની હજારે એકર જમીન છે. એના પરથી એવું નથી લાગતું કે અમે ખરેખર વિકાસ કરી રહ્યા છીએ ?”
“દયાળબાગને કેટલે માટે બનાવવા માગો છે?”