________________
૩૬૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ન જ રહે. એને ત્યાં એટલા માટે રાખવામાં આવેલ હતો કે એ અનિચ્છનીય પગપેસારો કરનારાથી એ સ્થાનને સુરક્ષિત રાખે.
પિતાના ભારે કામકાજના દબાણમાંથી સાહેબજી મહારાજ મારે માટે ફરી થડે સમય કાઢી શક્યા ત્યારે એમની પ્રશંસનીય કામગીરી બદલ મેં એમને મારો પ્રશંસાત્મક પુરસ્કાર અર્પણ કર્યો અને અવિકસિત ભારતમાં એવા વિકાસશીલ શહેરની મુલાકાતનું સદ્દભાગ્ય મળ્યું તે બદલ મારું આશ્ચર્ય વ્યક્ત કર્યું.
પરંતુ તમે તેને માટે પૈસા ક્યાંથી લાવો છે ?” મેં પ્રશ્ન કર્યો : “નગરને તૈયાર કરવાના ખર્ચ પાછળ ખરેખર તમે ઘણી મેટી રકમ વાપરી છે !”
“પૈસા કેવી રીતે આવે છે તે જોવાની તક કદાચ તમને આગળ મળી રહેશે.” એમણે ઉત્તર આપ્યો: “રાધાસ્વામી સંપ્રદાયના સભ્યો પોતે જ કૉલેની માટે પૈસા પૂરા પાડે છે. એને માટે એમના પર કઈ જાતનું દબાણ કરવામાં નથી આવતું કે એમની પાસેથી કેઈ સભ્યફી પણ લેવામાં નથી આવતી, પરંતુ દયાળબાગના વિકાસ માટે જે આપી શકાય તે આપવું એ એમની ધામિક ફરજ છે એવું તે માને છે. શરૂઆતના તબક્કાઓમાં જે કે અમારે એ બધી મદદ પર આધાર રાખવો પડ્યો ને રાખવો પડે છે તેપણુ, મારું
ધ્યેય તે એને દયાળબાગને સંપૂર્ણપણે સ્વાશ્રયી બનાવવાનું જ રહ્યું છે. સંપૂર્ણ સ્વતંત્રતા અથવા આત્મનિર્ભરતાની ભૂમિકાએ પહોંચ્યા વિના હું જંપીશ નહિ.”
એને અર્થ એવો છે કે તમને મદદ કરનારા ઘણા શ્રીમંત છે ?'
બિલકુલ નહિ, શ્રીમંત રાધાસ્વામીઓ તો આંગળીને વેઢે ગણાય એટલા જ છે. અમારા બધા જ સભ્યો સાધારણ અથવા સામાન્ય પરિસ્થિતિવાળા છે. અમે જે વિકાસ કર્યો છે તે માટે અનેકને પિતાનું આત્મબલિદાન આપવું પડયું છે. અત્યાર સુધી