________________
દયાળબાગ
એન્જિનીયરીંગને અભ્યાસક્રમ ચાલતો, તેમ જ માલ તૈયાર કરતા ઉદ્યોગો માટે કારીગરોને અને મુકાદોને તાલીમ મળતી. “મોડલ ઇન્ડ્રસ્ટ્રીઝના વિભાગમાં કોલેજના વિદ્યાર્થીઓની વપરાશ માટે ખાસ યંત્રો અને બાંકડાઓ રાખવામાં આવેલા. એને લીધે કોલેજના એારડામાં આપવામાં આવતા શિક્ષણની સાથેસાથે કારખાનાની પરિસ્થિતિ પ્રમાણે પ્રત્યક્ષ વ્યવહારુ અનુભવ પણ મળી રહેતો.
ત્રણે કોલેજોમાં અભ્યાસ કરનારા કેટલાય સો વિદ્યાર્થીઓ માટે થોડાંક આકર્ષક છાત્રાલય હતાં. પ્રત્યેક છાત્રાલય બહુ ભારે નહિ તેવું હવાદાર અને આધુનિક હતું.
શહેરને રહેઠાણવિભાગ દયાળબાગ બાંધકામ ખાતાની દેખરેખ નીચે હતો. તે ખાતું જનાઓ બનાવતું ને બધાં મકાન બાંધતું. દરેક શેરીમાં એની આગવી સ્થાપત્યની સંવાદિતાનું દર્શન થતું, અને એ સાફ દેખાતું કે શહેરની યોજના બનાવનારને એક ઉદ્દેશ કળાત્મક એકરૂપતાને પણ હતો. ભવિષ્યનો ભાડૂત ખાતાના પિતાના નકશાએમાંથી જ પોતાની રુચિ પ્રમાણેના મકાનની પસંદગી કરવા સ્વતંત્ર હવાથી કદરૂપી બાંધણીનાં ભૂલભરેલાં, ગીચ મકાને માટે અવકાશ જ નહોતે. ઓછીવત્તી કિંમતે ચાર જાતનાં નિવાસ્થાને પૂરાં પાડવાનું ધોરણ નક્કી કરવામાં આવેલું. ખરીદનારને એની ચોક્કસ કિંમત ઉપરાંત ડી વધુ રકમ ચૂકવવી પડતી.
કોલેની એક નાની છતાં સુંદર હોસ્પિટલ અને એક પ્રસૂતિગૃહ ચલાવતી હતી. એણે દરેક ક્ષેત્રમાં સ્વાશ્રયી થવાનું ધ્યેય રાખ્યું હતું એટલે જ્યારે મને ખબર પડી કે ગણવેશમાં સજજ થયેલે હાથ ઊંચો કરીને મને સલામ કરતા પોલીસ પણ રાધાસ્વામી સંપ્રદાયને જ સભ્ય છે ત્યારે મને ભાગ્યે જ નવાઈ લાગી. છતાં એની હાજરીએ મારા મનમાં એક જાતની તીખી જિજ્ઞાસાવૃત્તિ પેદા કરી, કારણકે મને લાગતું હતું કે દયાળબાગમાં નીતિનું ધોરણ એટલું ઊંચું છે કે એની ગેરહાજરીમાં અપરાધે માટે અવકાશ