________________
૩૬૧
હતી એમ કહું તેા ચાલે. એનું પ્રત્યેક પશુ એક ખાસ પસંદ કરેલા નમૂના જેવું હતું. એ વધારે નહિ પરંતુ આગ્રા જેટલે દૂર જોવા મળતાં પશુઓથી તદ્દન જુદું જ તરી આવતું હતું. તખેલા એકદમ સાફ રાખવામાં આવતા, અને મને કહેવામાં આવ્યું કે વૈજ્ઞાનિક પદ્ધતિને લીધે ભારતની બીજી સામાન્ય ડેરી કરતાં એ ડેરી સાચેસાચ ઘણું વધારે દૂધ પેદા કરતી હતી. દૂધને ચોખ્ખુ તે ઠંડુ કરવાની તથા તાજુ રાખવાની ચેાજનાનેલીધે સારા, જંતુરહિત દૂધની ઇચ્છાવાળા દયાળભાગ અને આગ્રાના નિવાસીએ માટે એવું દૂધ સૌથી પહેલી વાર મેળવવાનુ` શકન્ય બન્યુ હતું. માખણ બનાવવાનું આયાત કરેલું ઇલેકટ્રિક યંત્ર પણ ત્યાં જોવા મળ્યું. એ વિભાગને બધા જ યશ સાહેબજી મહારાજના એક પુત્રને ફાળે જતા હતા. એ શક્તિશાળી હેાશિયાર યુવકે મને જણાવ્યું કે ઇંગ્લૅન્ડ, હાલૅન્ડ, ડેન્મા અને યુનાઈટેડ સ્ટેટ્સનાં મુખ્ય દુગ્ધાલયાના પ્રવાસ કરીને પેાતાના કામમાં વપરાતી અત્યંત અદ્યતન પદ્ધતિઓના એમણે અભ્યાસ કર્યા છે.
યાળખાગ
કૉલેાનીના પ્રારંભના દિવસેામાં ખેતરામાં તથા શહેરના બોજા ભાગામાં પાણી પૂરું પાડવાની સમસ્યા જરા કઠિન થઈ પડી. પાણી પહેાંચાડવા નહેર ખાદવામાં આવી અને ટાંકા જેવી બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી; પરંતુ પાણીની વધતી જતી માંગણીને પહેાંચી વળવા સાહેબજી મહારાજને વધારાના પુરવઠો શોધવાની ફરજ પડી. એમણે સરકારી એન્જિનીયરાની મદદ લીધી. એને પરિણામે ઊંડા પાતાળકૂવા ખાવામાં આવ્યા અને પાણીની સમસ્યાના ઉકેલ થયા.
કાલાની પેાતાની બૅન્ક પણુ ધરાવતી હતી. એના લેાખંડી સળિયાની બારીએવાળા મજબૂત મકાન પર ‘ રાધાસ્વામી જનરલ ઍન્ડ ઍસ્યુરન્સ બૅન્ક લિમિટેડ ’શબ્દો લખવામાં આવ્યા હતા. બૅન્ક પાસે વીસ લાખ રૂપિયાની પેાતાની માલિકીની મૂડી હતી, અને ખાનગી શરાફી ધંધો કરવાની સાથેસાથે શહેરની અર્થવ્યવસ્થાને પશુ તે અંકુશમાં રાખતી હતી,