________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ટાંક પર ટેરવું કેવી રીતે મૂકવું. એક દિવસ એનું રહસ્ય શોધી કાઢવાની આશા એમને જરૂર હતી, પરંતુ તે દરમિયાન ટેરવાને તૈયાર કરવાની પ્રક્રિયામાંથી પસાર થવા ટાંકને અંગ્રેજી પેઢીમાં મેકલવામાં આવતી.
ધંધાકીય તથા સાહિત્યકીય ક્ષેત્રોમાં છાપકામની જરૂરિયાતને પહોંચી વળવા દયાળબાગ પ્રેસમાં છપાઈની સંપૂર્ણ સગવડ કરવામાં આવી હતી. ત્યાંની છપાઈના નમૂના મને હિન્દી, ઉર્દી અને અંગ્રેજી એ ત્રણ ભાષામાં જોવા મળ્યા. “પ્રેમ પ્રચારક” નામનું એક નાનું સાપ્તાહિક પણ ત્યાંનાં યંત્રો પર તૈયાર થતું હતું અને દેશના દૂરના ભાગમાં રહેનાર અનેક રાધાસ્વામીઓને મોકલવામાં આવતું.
પ્રત્યેક મકાનમાં મને એવા કારીગરે જોવા મળ્યા જે કેવળ સંતુષ્ટ જ નહોતા, પરંતુ અત્યંત ઉત્સાહી હતા. મજૂરમંડળની આવશ્યકતા એ જગ્યામાં જરા પણ નહોતી લાગતી. દરેક વ્યક્તિ પોતાને ફાળે આવેલાં નાના કે મોટાં કામ એવી રીતે કરતી કે જાણે એ એક પ્રકારને સાચો આનંદ હોય અને કોઈ વ્યવસાય ન હોય.
શહેરને વીજળી પેદા કરવાની આગવી વ્યવસ્થા હતી. એ વ્યવસ્થાદ્વારા કારખાનાંનાં બધાં જ યંત્રોને અને મેટાં મકાનની છતના નવી હવા પૂરી પાડતા પંખાઓને વીજળી મળતી. એ ઉપરાંત પ્રત્યેક ઘરને સ્થાનિક ખર્ચે વીજળીથી પ્રકાશિત કરવામાં આવતું અને એવી રીતે મેંઘાં મીટરની આવશ્યકતાને દૂર કરવામાં આવેલી.
કૃષિવિભાગમાં એક નાના છતાં આધુનિક ખેતરને સમાવેશ થતો. એ હજુ વિકાસના તબક્કામાં હતું. એની યાંત્રિક સામગ્રીમાં વરાળનું ટ્રેક્ટર અને હળ જેવામાં આવ્યું. ત્યાંની મુખ્ય પેદાશ તાજા શાકભાજી તથા ઘાસચારાની હતી.
એ સૌમાં સૌથી સરસ રીતે તૈયાર કરાયેલ વિભાગે કદાચ દુગ્ધાલયને હતો. એવી ડેરી અને ભારતમાં બીજે ક્યાંય પણ નહોતી દેખાઈ. એ પ્રદર્શનમાં મૂકવાયેગ્ય એક નમૂનેદાર અથવા આદર્શ ડેરી