________________
દૃયાળખાગ
૩૫૯
ત્રા પર કામ કરતા માણસેાએ કાચા શિખા તરીકે શરૂઆત કરેલી. એમને મૅનેજરે શીખવેલું અને એમના કામની તાલીમ આપેલી.
તૈયાર થયેલા કેટલાક માલ યાળભાગ અને આગ્રામાં વેચાત જ્યારે બીજો માલ દૂરના પ્રદેશેામાં પહેાંચાડવામાં આવતો હતા. એ પ્રદેશામાં દુકાના ખેાલવાનું કામ ચાલુ હતું. વેચાણુની વ્યવસ્થા જાતજાતના સ્ટારના વિચાર પર ઊભી કરવાની યેાજનાના એવી રીતે અમલ કરવામાં આવી રહેલા હતા.
હું બીજા મકાનમાં ગયા. ત્યાં કાપડનું કારખાનુ જોવામાં આવ્યું. ત્યાંની પેદાશ સુંવાળા સુતરાઉ અને રેશમી કાપડની હતી. એ કાપડ જુદીજુદી છતાં અમુક મર્યાદિત જાતાનુ હતુ.
એક બીજા મકાનમાં મેં ઇજનેરી યંત્રાનું એક સરસ કારખાનું જોયું. ત્યાં લુહારની ભઠ્ઠી હતી. ત્યાંના ભીમકાય યાંત્રિક હથેાડા પેાતાના વીજળીક પ્રહારથી એ સ્થળની જીવંત પ્રેરણાના પડધા પાડતા હતા. વૈજ્ઞાનિક સાધનેા, પ્રયાગશાળામાં વપરાતી વસ્તુઓ, ત્રાજવાં ને તાલમા। નજદીકના કારખાનામાં તૈયાર થતાં અને એટલી સરસ રીતે તૈયાર થતાં કે એમને સંયુક્ત પ્રાંતની સરકારને આશ્રય મળેલા. સેનાના, નીકલને અને પિત્તળનેા ઇલેકિટ્રકની મદદથી ઢાળ ચડાવવામાં આવતા તેની ખારીક પ્રક્રિયાનું પણ મેં નિરીક્ષણ કર્યું.
· મેાડેલ ઇન્ડસ્ટ્રીઝ ’નાં બીજા ખાતાં ઇલેકિટ્રક પ’ખા, ગ્રામેફાન, છરીઓ અને નિચર બનાવવામાં મશગૂલ હતાં. એક યંત્રશાસ્ત્રીએ એક ખાસ પ્રકારની ધ્વનિપેટીની શેાધ કરેલી, અને નજદીકના ભવિષ્યમાં એને બનાવવાની યાજના પણ થઈ ચૂકેલી.
ફાઉન્ટન પેન બનાવવાનું એક કારખાનુ મારી નજરે પડયુ ત્યારે મને નવાઈ લાગી. મને જાણવા મળ્યું કે ભારતમાં એવું કારખાનુ એ પહેલું જ છે. પહેલી ફાઉન્ટન પેન બજારમાં મૂકતાં પહેલાં પ્રયાગની લાંબી પર પરામાંથી પસાર થવું પડેલું. એ ઔદ્યોગિક અગ્રેસરાને એક વસ્તુએ મૂઝવણુમાં મૂકેલા : તે એ કે સેાનાની