________________
દયાળખાગ
પ૭
કે નદીની પ્રાચીન પથારી જેવું છે. અમારી પાસે કેઈ નિષ્ણુ તે નહેતા, અને એવી કસ વગરની જમીનમાં કઈ જાતનું વૃક્ષ ટકી શકે એ અમારે વારવારના પ્રયોગો અને ઉપરાઉપરી મળતી નિષ્ફળતાદ્વારા શીખવાનું હતું. પહેલે વરસે અમે રેપેલાં લગભગ એકાદ હજારથી વધારે વૃક્ષો નષ્ટ થઈ ગયાં. એમાંથી એક વૃક્ષ ખીલી ઊઠયું. એની નેંધ લઈને અમે અમારા પ્રયત્નો ચાલુ રાખ્યા. અત્યારે દયાળબાગમાં નવ હજાર તંદુરસ્ત વૃક્ષો ઊગી નીકળ્યાં છે. આ તમને એટલા માટે કહી રહ્યો છું કે અમારી સમસ્યાઓને અમે જે દઢતાયુક્ત વલણથી સામનો કરીએ છીએ તેને તમને ખ્યાલ આવશે. અમારા હાથમાં અહીંની ઉજજડ જમીન આવેલી. એ એવી તે નકામી લાગતી કે બીજુ કોઈ એને ખરીદે જ નહિ. હવે તે કેટલી બધી બદલાઈ ગઈ છે તે જોઈ લો !”
તે પછી તમારા વિચાર આગ્રા પાસે એકાદ આડિયા બાંધવાનું છે?”
એ હસ્યા. શહેર જોવાની મારી ઈચ્છા મેં એમને કહી બતાવી.
“ચોક્કસ. હું તમારે માટે એની વ્યવસ્થા તરત જ કરી દઉં છું, પહેલાં દયાળબાગને જોઈ લે, પછી તેને વિશે આપણે વાર્તાલાપ કરીશું. મારા વિચારે અમલી થયેલા જશે ત્યારે તેમને તમે વધારે સારી રીતે સમજી શકશે.”
એમણે કામ માટે વપરાતે ઘંટ વગાડ્યો. થોડીક મિનિટો પછી અડધી તૈયાર થયેલી શેરીઓમાં અને ઊજળાં દેખાતાં કારખાનાંનાં મકાને આગળ થઈને હું નિરીક્ષણયાત્રા કરતો પસાર થયો. કેપ્ટન શર્મા મારા માર્ગદર્શક હતા. પહેલાં એ ભારતીય લશ્કરની તબીબી રેકરીમાં હતા, પરંતુ હવે એમના ગુરુદ્વારા થઈ રહેલા રચનાત્મક પ્રયાસમાં પોતાની સમસ્ત સેવા આપી રહ્યા હતા.
ભા. આ. ૨. . ૨૩