________________
ઉપદે
ભારતના આધ્યાત્મિ રહસ્યની ખોજમાં
એવા સીધા નિખાલસ દિલના નિવેદનથી મને નિરાંત થઈ.
“સ્વર્ગ ને નરક તથા ઈશ્વર અને એવી બીજી બાબતો સંબંધી તકરારે કરવાથી શું વળવાનું છે? માનવતાને ભૌતિક ભૂમિકાનું કામ વધારે પડે છે અને એ ભૂમિકા સાથે સંબંધ રાખનારી વસ્તુઓની અવગણના એનાથી ન થઈ શકે. આપણા અહીંના જીવનને વધારે સુંદર ને સુખમય કરવાની કોશિશ આપણને કરવા દે.” એમણે પૂરું કર્યું.
એટલા માટે જ મેં તમને શોધી કાઢયા છે. તમારા શિષ્યો ખૂબ જ સારા માણસો દેખાય છે. એક અંગ્રેજની પેઠે એ વ્યવહારુ અને આધુનિક થવાનો પ્રયત્ન કરે છે. ધર્મને ડાળ નથી કરતા પરંતુ સારું જીવન જીવે છે, અને વધારામાં નિષ્ઠાપૂર્વકની નિયમિતતાથી એમની યોગસાધના પણ કર્યા કરે છે.”
સાહેબજીએ સ્વીકૃતિસૂચક સ્મિત કર્યું. તમે એવું નિરીક્ષણ કરી શક્યા એથી મને ખુશી થાય છે.”
એમણે સત્વર ઉત્તર આપ્યોઃ “દયાળબાગમાં આ પ્રવૃત્તિઓને પ્રારંભ કરીને દુનિયાને એ જ વસ્તુ બતાવવાનો હું પ્રયાસ કરી રહ્યો છું – કે ગુફાઓમાં દોડી ગયા વગર માણસ સંપૂર્ણપણે આધ્યામિક બની શકે છે, અને દુન્યવી વ્યવસાય કરતાં પણ ઉચ્ચતમ આદર્શની પ્રાપ્તિ કરી શકે છે.'
“એ પ્રયાસમાં તમે સફળ થશે તે અત્યારે આંકે છે એના કરતાં ભારતીય ધર્મોપદેશની કિંમત જગત ઘણું મોટા પ્રમાણમાં આંકતું થઈ જશે.'
“અમે સફળ થઈશું જ.' એમણે વિશ્વસનીય ઉત્તર આપ્યો ? “ તમને એક વાત કહું. હું અહીં કેલાની શરૂ કરવા માટે પહેલવહેલો આવ્યો ત્યારે મારી મુખ્ય ઇચછાઓમાંની એક ઈચ્છા એ હતી કે આ સ્થળમાં પુષ્કળ વૃક્ષ ઉગાડવાં. પરંતુ બહારના લોકેએ મને કહ્યું કે આ ઉજજડ, રેતાળ જમીનમાં વૃક્ષો ઉગાડવાનું અશક્ય છે. જમના બહુ દૂર નથી અને આ સ્થળ એના જૂના રસ્તા જેવું