________________
દયાળબા |
૩૫૫
દાયક સુખસામગ્રીઓને લાભ લેવાની એની ઢીલની, સુયોગ્ય રહેઠાણું અને ડમ્પણભર્યા આરોગ્યની માગ તરફના એના દુર્લક્ષની, અને ધાર્મિક અનુષ્ઠાનના આધાર પર ઊભા થયેલા લાગતા મૂર્ખતાપૂર્ણ સામાજિક રિવાજો અને ક્રૂર આદત તરફની એની વધારે પડતી ભક્તિની મેં ખુલ્લા દિલથી ટીકા કરી. મેં એમને સ્પષ્ટ રીતે કહ્યું કે ધર્મગુરુઓની પકડે ભારતની શક્તિઓને ઘણાં દુઃખદ પરિણામો સાથે રૂંધી રાખી છે. ધર્મને નામે કરાતી મેં જોયેલી એવી કેટલીક બુદ્ધિહીન વસ્તુઓનાં મેં ઉદાહરણ આપ્યાં, જેના પરથી એ સફળતાપૂર્વક સાબિત થતું કે ઈશ્વરે આપેલી બુદ્ધિરૂપી બક્ષીસને દુરુપયોગ કે એની અવગણના મનુષ્યો કેવી રીતે કર્યા કરે છે. મારી ખુલ્લા દિલની આચનામાં સાહેબજી મહારાજે પોતાના હોઠ ઉઘાડીને નિશ્ચિત સંમતિને સૂર પુરાવ્યો.
મારા સુધારાના કાર્યક્રમના ભાગરૂપ બનેલા મુદ્દાઓ ઉપર જ - તમે પ્રહાર કર્યો છે. એમણે મારા પર યાદગાર રીતે દૃષ્ટિ સ્થિર કરીને કહી બતાવ્યું.
બધી રીતે જોતાં, પોતે જે કરવા માટે પૂરેપૂરા શક્તિશાળી છે તે કામ તેમને માટે ઈશ્વર કરી દે એવી અપેક્ષા મોટા ભાગના ભારતીયો રાખે છે એવું લાગ્યા વિના નથી રહેતું.”
“બરાબર છે. ધર્મને જેમની સાથે કશી જ લેવાદેવા ન હોય એવી કેટલીય વસ્તુઓને આવરી લેવાના આશયથી અમે હિંદુઓ ધર્મની છૂટથી ચર્ચાઓ કર્યા કરીએ છીએ. મુશ્કેલી એ છે કે પહેલાં પચાસેક વરસ સુધી ધર્મ પવિત્ર અને સજીવ હોય છે. પછીથી એ ફકત તત્વજ્ઞાનમાં અધઃપતન પામે છે. એના અનુયાયીઓ વાતોડિયા બની જાય છે; ધાર્મિક રીતે જીવનારા મનુષ્યો નથી રહેતા. આખરે એના છેલ્લા અને સૌથી લાંબા તબક્કા માટે એ દંભી ધર્મગુરુઓના હાથમાં પડે છે અને અંતે દંભને જ ધર્મ તરીકે સ્વીકારવામાં આવે છે.”