________________
૧૩
દયાળબાગ
ઉત્તર ભારતની ભૂમિ પર આમથી તેમ મુક્ત રીતે પરિભ્રમણ કરતાં કરતાં બે રસ્તાઓ એક અનોખી, ઓછી જાણીતી કેલોની આગળ એકઠા થયા. એ કોલેની દયાળબાગ એટલે કે ઈશ્વરને બાગ એવા કાવ્યમય નામ ધરાવતા શહેરમાં વસેલી હતી.
એક રસ્તો જે સુંદર શહેરના મારા નિવાસ દરમિયાન મને સુંદરલાલ નિગમની માર્ગદર્શક, મિત્ર ને ફિલસૂફ તરીકેની સેવાને લાભ મળેલ તે લખનૌથી શરૂ થતો. અમે બંને એ શહેરમાં સાથે સાથે ફરતા અને ફરતાં ફરતાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કરતા. મારા ધાર્યા પ્રમાણે એમની ઉંમર એકવીસ કે બાવીસ વરસથી વધારે નહોતી, પરંતુ એમના બીજા અનેક ભારતીય બંધુઓની જેમ એ વહેલા પરિપક્વ થયા હતા.
અમે જૂના મોગલ રાજમહેલમાં ભ્રમણ કર્યું અને નષ્ટ થયેલા રાજાઓ પર અધિકાર જમાવનાર નિર્દય નસીબ પર બારીકાઈથી વિચાર કર્યો. યશસ્વી ભારતીય-ઇરાની શિપકળા જોઈને હું ફરી મુગ્ધ બની ગયો. એના છટાદાર, સુંદર, આકર્ષક વળાંકે અને નાજુક રંગો એમના સર્જકની સંસ્કારી સુરુચિની અભિવ્યક્તિ કરતા હતા. એ તેજસ્વી દિવસોને મારાથી કદી પણ કેવી રીતે ભૂલી શકાશે