________________
ગ્રહાના લેખ
૩૪૭
મને વૃત્તિવાળાઓ હજુ પણ એની તરફેણમાં ને વિરોધમાં દલીલ કર્યા કરે છે પરંતુ ચોખ્ખો નિર્ણય આપતાં અચકાય છે.
જ્યોતિષીએ મારા જન્માક્ષર પરથી કહી બતાવેલી આશ્ચર્યકારક સાચી હકીકતે નથી ભૂલી શકયો. કેટલીક વિલક્ષણ ક્ષણમાં મેં એના પર વિચાર કરી જોયો છે અને કોઈ વાર મને આશ્ચર્ય પણ થયું છે કે મારા મગજમાં પૂર્વની એ પ્રારબ્ધવાદની મૂર્ખતાએ ઘર કર્યું છે કે શું ? મને જ્યારે જ્યારે યાદ આવ્યું છે કે આ નમ્ર દેખાવને માણસે મારો ભૂતકાળ કેવી રીતે જાણે, વીતી ગયેલી ઘટનાઓનું ફફડાટ કરતું રહસ્ય ફરી પાછું કામચલાઉ રીતે પ્રગટ કરવાનું કામ એ કેવી રીતે કરી શક્યા, ત્યારે ત્યારે હું સ્તબ્ધ. બન્યો છું અને પ્રારબ્ધ અને સ્વતંત્ર ઈચ્છાશક્તિની આ જૂનીપુરાણી સમસ્યા સંબંધમાં એક મહાનિબંધ લખવાની સામગ્રી એકઠી કરવાની લાલચમાં પડ્યો છું. પરંતુ મને ખબર છે કે પ્રારબ્ધના વિચારથી પ્રેરાઈને કલમ ચલાવવાનું કામ મારે માટે નકામું થઈ પડશે અને એના આરંભમાં જે અગાધ અંધકારમાં હું અટવાઉં છું એ જ અગાધ અંધકારમાં અટવાવાનું કદાચ બાકી રહેશે. કારણ કે જ્યોતિષીના પ્રશ્નો કે મુદ્દાઓને વચ્ચે લાવવા પડશે અને મારું કામ મારા ગજા કરતાં પણ વધારે ગૂંચવાયેલું બની જશે. છતાં આધુનિક શોધ એવી હરણફાળથી આગળ વધી રહી છે કે એ દિવસ બહુ દૂર નહિ હોય. જ્યારે દૂરના ગ્રહ પર આપણે ઉજાણી કરવા જઈ પહોંચીશું! ત્યારે જ એ શોધી કાઢવાનું શક્ય બનશે કે ગ્રહની આકૃતિઓ આપણા જીવન માટે કોઈ મર્મ ધરાવે છે કે નહિ. તે દરમિયાન જ્યોતિષીઓની દષપાત્રતાના સંબંધમાં અને જગતની આગળ જાહેર કરાયેલા જ્યોતિષના એટલા ભાગના ભાંગ્યાતૂટયા સ્વરૂપના સંબંધમાં સુધીબાબુએ આપેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને કેાઈની ઇચ્છા હોય તો એકાદ બે જ્યોતિષીઓની શક્તિની કસોટી કરી શકાય,