________________
૩૪૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
દલીલમાં ઊતરવાનું કેટલું વ્યર્થ છે તેની મને સમજ પડી. પૂર્વીય માનવને સમસ્યાની એક જ માજુ સાથે સંબંધ છે કે જે બાજુ કાઈ પણ જાતની સમસ્યા જ નથી એ સિદ્ધાંતને કાઈ પણ પ્રકારની પૂછતાછ કર્યા વિના સ્વીકારી લે છે! પ્રારબ્ધ એના જીવનના માળ પર શાસન કરે છે. એથી વધારે ખીજું કશું જ કહેવાનું નથી રહેતું. કચે। આત્મનિર્ભર પશ્ચિમી એવું સાંભળવાનું પસંદ કરશે કે આપણે પ્રારબ્ધની દારી સાથે લટકાવેલી કઠપૂતળીએ જ છીએ અને કાઈક અદૃશ્ય હાથના આદેશ મુજબ ઉપર અને નીચે અથવા જમણી બાજુથી ડાબી બાજુએ હલનચલન કરીએ છીએ ? આલ્પ્સની ઉપરની પેાતાના લશ્કરની પેલી તેજસ્વી ચડાઈ વખતે તેપેાલિયનના મુખમાંથી નીકળેલા પેલા નાંધપાત્ર ઉદ્ગારા મને યાદ આવે છે
અશકય ? મારા શબ્દકાશમાં એવા કેાઈ શબ્દ જ નથી.’ પરંતુ નેપોલિયનના સમગ્ર જીવનના આકર્ષક દસ્તાવેજોને મેં પુનઃ પુનઃ અભ્યાસ કર્યો છે અને જ્યાં એમનું પ્રખર મગજ ભૂતકાળની વારંવાર હરીફાઈમાં ઊતરેલું તે સેન્ટ હેલેનામાં એણે લિપિબદ્ધ કરેલી વિચિત્ર પ ક્તિઓનુ` મને સ્મરણ થાય છે.
“ હું હંમેશાં પ્રારબ્ધવાદી રહ્યો છું. વિધિના જે લેખ લખાઈ ગયા તે લખાઈ ગયા...મારા સિતારે ઝાંખા પડયો. મારા હાથમાંની લગામને સરી જતી હું જોઈ શકયો અને એ છતાં મારાથી કશું જ ન કરી શકાયું.’
.
જે માણસ એવી વિરાધાભાસી વિસંગત માન્યતાઓ ધરાવતા તે પણ જીવનના રહસ્યના ઉલ નહિ કરી શકયો હેાય અને કાઈ પણ કદી પૂરેપૂરો ઉકેલ કરી શકયો છે કે કેમ એ શંકાસ્પદ છે. માણુસનું મસ્તિષ્ક કામ કરતું થયું હશે ત્યારથી જ ઉત્તર ધ્રુવથી માંડીને દક્ષિણ ધ્રુવ સુધીના લેાકાએ આ પ્રાચીન સમસ્યા પર ચર્ચાવિચારણા કરી હાય એ બનવાજોગ છે. વધારેપડતી ખાતરીવાળા લેાકાએ હમેશાંની જેમ એના પેાતાને સંતેાષ થાય એવી રીતે નિકાલ કર્યો છે. તત્ત્વજ્ઞાની