________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મારા કેટના એક ખિસ્સામાં મને વારાણસીની બહાર જવા તે ટ્રેનમાં બેસવાને આદેશ આપત તાર પડેલું હતું. બીજા ખિસ્સામાં ગડબંધ કડક મૂકેલે. જ્યોતિષીને મેં એમને ફોટો પડાવવા ઊભા રહેવાની વિજ્ઞપ્તિ કરી. એમણે એને વિવેકપૂર્વક અસ્વીકાર કર્યો.
મેં એમને ઉપરાઉપરી આગ્રહ કરવા માંડ્યો.
પરંતુ શા માટે ?” એમણે વાંધો લેતાં કહ્યું: “મારે બેડાળ ચહેરે ને મારાં ફાટેલાંતૂટેલાં વ ...?”
મારા પર કૃપા કરે. પાછળનાં વરસોમાં હું દૂરના દેશમાં હઈશ ત્યારે તમારો ફોટો મને તમારી યાદ કરાવશે.”
યાદ કરાવનારી ઉત્તમ વસ્તુઓ તે...” એમણે નમ્રતાથી ઉત્તર આપેઃ “પવિત્ર વિચાર અને સ્વાર્થરહિત કર્મો હશે.” | મારી અનિચ્છા છતાં એમના વિરોધને વશ થઈને કેમેરાને મેં ફરીથી મારા ખિસ્સામાં મૂકી દીધા.
આખરે એ પાછા જવા માટે ઊભા થયા અને મેં પણ એમનું અનુકરણ કરવા માંડયું ત્યારે અમારી નજદીકમાં મેં એક વ્યક્તિને બેઠેલી જોઈ. સૂર્યના તીખા તાપથી બચવા એણે એક ગોળ, વિશાળ, વાંસની છત્રી હેઠળ આશ્રય લીધેલો. એની મુખાકૃતિ આનંદપૂર્ણ ધ્યાનમાં લાગેલી હતી અને એના ભગવા ઝભા પરથી મેં અનુમાન કર્યું કે સંન્યાસને સ્વીકાર કરી ચૂકેલા એ કોઈ પવિત્ર સંતપુરુષ છે.
થોડેક આગળ જતાં અમને એક ગાય મળી. વારાણસીમાં મોટી સંખ્યામાં જોવા મળતી ગાયોમાંની એ એક હતી. એ ગાય એની પોતાની ઢબે સૂતી હતી. એને કરોડરજજુની નીચે પિતાના બંને પગ વાળીને એ અમારા રસ્તાની વચ્ચે પડી રહેલી.