________________
ગ્રહોના લેખ
એમ કેમ ? આ સિદ્ધાંતે કાંઈ મેં પેદા નથી કર્યા. ભૂતે સુદૂરના સમયથી એ અમારે માટે ઊતરી આવ્યા છે. જૂન જમાનાના લેકે પ્રારબ્ધની વિરાટ શક્તિને, સૃષ્ટિકર્તા ઈશ્વરની ઉપાસનાને અને ગ્રહોની અસરની વિદ્યાને જાણતા હતા. તમે પશ્ચિમીએ ધારે છે એવા એ જંગલી નહતા. પરંતુ મેં ભવિષ્યવાણી નથી કહી ? બધા માનવના જીવનમાં પ્રવેશતાં આ અદષ્ટ બળે કેટલાં વાસ્તવિક છે એને આ સૈકાની પૂર્ણાહુતિ પહેલાં પશ્ચિમ ફરીથી શેધી કાઢશે.”
માનવની ઈચ્છા પોતાના જીવનને બનાવવા કે બગાડવા સ્વતંત્ર છે એવા સ્વાભાવિક ખ્યાલને પરિત્યાગ કરવાનું કામ પશ્ચિમ માટે અતિશય અઘરું પડશે.”
જે કાંઈ થાય છે તે એની ઈચ્છાથી જ થઈ રહ્યું છે અને સ્વતંત્ર ઈચ્છા જેવું જે કાંઈ દેખાય છે તે પણ સાચેસાચ એની શક્તિથી જ કામ કરે છે. પહેલાંના શરીરનાં કર્મો અને વિચારોનાં સારાનરસાં ફળ મનુષ્યને એ સર્વશક્તિમાન પૂરાં પાડે છે. એની ઈચ્છાને અંગીકાર કરે ઉત્તમ છે, પરંતુ એ કર્મફળને સહન કરવાની શક્તિ માટે એને આધાર લેવાથી મનુષ્ય શેકમાં ડૂબતા બચી શકે છે.”
આપણે હમણાં મળ્યા તે કમનસીબ ભિખારીઓને માટે તમારી વાત સાચી ઠરે છે એવી આશા રાખીએ.”
મારાથી એ જ ઉત્તર આપી શકાય એમ છે.” એમણે સંક્ષેપમાં કહેવા માંડયું: “મેં કહી બતાવેલા બ્રહ્મચિંતાના સાધનમાર્ગને આધાર લઈને તમારી આત્મોન્નતિને માર્ગે આગળ વધશે તે આવી સમસ્યાઓ આપોઆપ ઊકલી જશે.”
મને સમજાયું કે એ એમની દલીલ કરવાની શક્યતાની સીમા સુધી પહોંચી ગયા છે અને હવે મારે મારે પિતાને રસ્તો શોધી કાઢવો જોઈએ.